પત્ની 18 વર્ષથી વધુ ઉંમરની હોય તો વૈવાહિક દુષ્કર્મ ન ગણાય: અલાહાબાદ હાઇકોર્ટ

ઉત્તરપ્રદેશ: અલાહાબાદ હાઇકોર્ટે એક કેસના આશ્ચર્યજનક રીતે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જો પત્નીની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને પતિ શારીરિક જબરજસ્તી કરે તો તેને દુષ્કર્મ ગણાવી શકાય નહિ..
અરજદાર પત્નીએ આરોપ મૂક્યો હતો કે તેમના લગ્ન એક અપમાનજનક સંબંધ હતા અને પતિએ મૌખિક અને શારીરિક રીતે દુર્વ્યવહાર કર્યો હતો. તેની સાથે અપ્રાકૃતિક યૌન સંબંધો બાંધવામાં આવ્યા હતા.
જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની ખંડપીઠે કહ્યું હતું કે આ દેશમાં હજુસુધી વૈવાહિક દુષ્કર્મને ગુનો માનવામાં આવ્યો નથી. આ કૃત્યને દુષ્કર્મ માનવાની અપીલ કરતી અરજીઓ હજુપણ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ અરજીઓ અંગે કોઇ નિર્ણય ન લે ત્યાં સુધી અને પત્ની સગીરા ન હોય ત્યાં સુધી આ પ્રકારના કેસમાં ફોજદારી દંડ નથી. જો કે કોર્ટે કલમ 498-એ હેઠળ ક્રૂરતા અને કલમ 323- પત્નીને ઇજા પહોંચાડવાની કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. આ કેસમાં આરોપી પતિને કલમ 377 હેઠળ દોષિત ઠેરવી શકાય એમ નથી, એવું કહીને અલાહાબાદ હાઇકોર્ટે પતિને તમામ આરોપોથી મુક્ત કરી દીધો હતો.