નેશનલસ્પેશિયલ ફિચર્સ

Bank Accountમાં હશે Zero Balance તો પણ ATMમાંથી પણ કાઢી શકાશે પૈસા… જાણો કઈ રીતે?

હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા ને કે આ કઈ રીતે પોસિબલ છે ભાઈસાબ? આવું તે કઈ હોતું હશે? ચાલો આજે કઈ રીતે આવું કરી શકાય એના વિશે તમને જણાવીએ. જો તમે નવું બેન્ક એકાઉન્ટ ખોલાવી રહ્યા છો કે પછી ઓલરેડી તમારું કોઈ બેંકમાં ખાતું છે તો તમારે એ વાતની તપાસ કરવી જોઈએ કે શું તમને ઓવર ડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે નહીં? આ ઓવર ડ્રાફ્ટની સુવિધા તમને મુસીબતના સમયે ખૂબ જ કામમાં આવી શકે એમ છે. જે લોકો પાસે જનધન ખાતું છે એવા લોકોને આ સુવિધા મળે છે. આ સાથે સાથે આજે આરપણે આ ઓવરડ્રાફ્ટની સુવિધા છે શું અને તે કઈ રીતે મેળવી શકાય છે એના વિશે વાત કરવાના છીએ.

તમારી જાણ માટે કે ઓવરડ્રાફ્ટ એ એક પ્રકારની લોન છે જે બેંક દ્વારા તેમના એકાઉન્ટ હોલ્ડર્સને ઓફર કરવામાં આવે છે. આ સિવાય આ સુવિધાની ખાસ વાત એ છે કે તમારે એના માટે બેંકમાં જઈને ફોર્મ ભરવા કે રાહ જોવાની જરૂર રહેતી નથી. ઓડીની સુવિધા ગ્રાહકને તરત જ મળે છે. તમે કોઈપણ નજીકના એટીએમમાં જઈને પૈસા કાઢી શકાય છે. જોકે, આમાં પહેલાંથી જ એ વાત નક્કી કરી રાખવી પડે છે તમને બેંક કેટલા પૈસાની લોન ઓફર કરી શકે છે.


ઓવરડ્રાફ્ટના નિયમની વાત કરીએ તો દરેક બેંક દ્વારા નક્કી કરવામાં આવેલી ઓવરડ્રાફ્ટની એમાઉન્ટ નક્કી હોય છે. આ સિવાય જો કોઈ જનધન ખાતું ધરાવે છે તો એવા એકાઉન્ટ હોલ્ડર્સને પણ ઓવરડ્રાફ્ટની સર્વિસ હેઠળ રૂપિા 10,000ની લોન મળી શકે છે. આ સિવાય એ વ્યક્તિ આ રકમ સીધી જ એટીએમમાં જઈને કઢાવી શકે છે. ઓવરડ્રાફ્ટની મદદથી પૈસા કઢાવવા માટે ગ્રાહકના ખાતા પૈસા હોય તે જરૂરી નથી.


જો જનધન ખાતાધારકના એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હશે તો પણ તે 10,000 રૂપિયા સુધીની રકમ કઢાવી છે. જોકે. પછીથી આ રકમ ખાતાધારકે વ્યાજ સાથે પાછી આપવી પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓવરડ્રાફ્ટની આ સુવિધા માત્ર 10,000 રૂપિયા સુધી જ સીમિત નથી હોતી. અનેક બેંકો આ કરતાં મોટી મોટી રકમના ઓવરડ્રાફ્ટ આપે છે. ખાતામાં મિનિમમ બેલેન્સ મેઈનટેઈન કરવાનું પણ ધ્યાન રાખવું પડશે.


જનધન ખાતા પર આપવામાં આવતા ઓવરડ્રાફ્ટ માટે 2થી 12 ટકા સુધીનું વ્યાજ ચૂકવવું પડશે અને આ વ્યાજ બેંક દર બેંક તેમની પોલીસી પ્રમાણે બદલાય છે, પણ 12 ટકાથી ઉપર નહીં હોય, એ વાત તો ચોક્કસ છે. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો કોઈ બેંકની ઓવરડ્રાફ્ટની મર્યાદા જો 50,000 રૂપિયાની રાખવામાં આવી છે અને ખાતાધારક એમાંથી 10,000 રૂપિયા ઉપાડે છે તો વ્યાજ માત્ર 10,000 રૂપિયા પર જ લેવામાં આવશે અને ગ્રાહકોને ઓવરડ્રાફ્ટનો ઉપયોગ આપાતકાલીન સ્થિતિમાં કરવાની સલાહ આપવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button