નેશનલસ્પેશિયલ ફિચર્સ

ભીડના કારણે ટ્રેન છૂટી જાય તો શું રેલવે ટિકીટના પૈસાનું રિફંડ આપશે?

દિવાળી-નવું વર્ષ, છઠ પૂજા સહિતના તહેવારોને પગલે ટ્રેન-બસમાં લોકોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. ભારે ભીડને કારણે અનેકવાર એવું થાય છે કે પેસેન્જર ટ્રેનમાં ચડી શકતો નથી અને તેની ટ્રેન છુટી જાય છે. આવા સંજોગોમાં જો મુસાફરો ઇચ્છે તો રિફંડ માટે ક્લેમ કરી શકે છે.
જો ભીડના કારણે તમારી ટ્રેન છૂટી જાય છે તો રિફન્ડ માટે IRCTCની વેબસાઇટ પર જઇને ક્લેમ કરી શકાય છે. રેલવેએ તેના માટે નિયમ બનાવ્યો છે. નિયમ પ્રમાણે, જો ટ્રેન ભીડના કારણે છૂટી જાય છે કે 3 કલાકથી વધારે મોડી પડે છે. એવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ કરીને રિફન્ડ લઈ શકાય છે. તેના માટે ટીડીઆર ફાઈલ કરવું પડે છે.
ટીડીઆર એટલે ટિકિટ ડિપોઝીટ રિસીપ્ટ. તેને ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને માધ્યમોથી ફાઇલ કરી શકાય છે. રિફંડ મેળવવા માટે ટીડીઆર ટ્રેન ટાઇમિંગના 1 કલાકની અંદર જ ફાઇલ કરી દેવાનું હોય છે. અને રિફંડના પૈસા ક્રેડિટ થતા વધુમાં વધુ 60 દિવસ લાગી શકે છે.
આ માટે સૌથી પહેલા IRCTCની વેબસાઇટ પર જઇને લોગ ઇન કરી, બુક્ડ હિસ્ટ્રીમાં જવું. તેમાં પીએનઆર સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ ફાઈલ TDR પર ક્લિક કરો. TDR રિફન્ડ માટે ટિકિટ ડિટેલમાંથી મુસાફરનું નામ સિલેક્ટ કરો. પછી એક ટેક્સ્ટ બૉક્સ ઓપન થશે. તેમાં રિફન્ડનું કારણ લખીને Submit કરો. TDR ફાઈલ કરવા માટે કન્ફર્મેશન દેખાશે. બધી ડિટેલ ફરી એકવાર ચેક કરીને OK પર ક્લિક કરો. આ રીતે તમે ઓનલાઇન TDR ફાઇલ કરી શકશો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…