ટોપ ન્યૂઝનેશનલ

આજે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ હોત તો બીજા આટલા વર્ષ રાહ જોવી પડી હોત..

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે પાર પડ્યો. દેશવાસીઓ અને રામભક્તો વર્ષો સુધી આ મહત્ત્વના દિવસને ભૂલી નહીં શકે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અભિજિત મૂહુર્તની એ 84 સેકન્ડમાં સંપન્ન કરવામાં આવી હતી અને એવું કહેવાય છે કે આ ખાસ મૂહૂર્ત વર્ષો સુધી ફરી નહીં આવે. એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યએ વાત કરતાં જણાવ્યું હતું કે આખરે આ મૂહુર્તમાં શું ખાસ છે અને જો આજે પ્રતિષ્ઠા ના થઈ હોત તો હજી કેટલા વર્ષ સુધી રાહ જોવી પડશે.

જ્યોતિષાચાર્યએ વાત કરતાં જણાવ્યું હતું કે જો આજે પ્રતિષ્ઠા ના થઈ હોત તો હજી બીજા 22 વર્ષ સુધી રાહ જોવી પડી હોત. પંચાગ અનુસાર તિથિ અને યોગ તેમ જ સૂર્ય અને ચંદ્રમાની સ્થિતિ પ્રમાણ બને છે. હિંદુ પંચાગમાં કોઈ પણ શુભ મૂહુર્ત પાંચ ફેક્ટને કારણ બને છે, જેમાં તિથિ, નક્ષત્ર, યોગ, કરણ અને રાશિ.

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે નક્કી કરવામાં આવેલું 84 સેકન્ડનું મૂહુર્ત ખૂબ જ દુર્લભ હતું અને વર્ષો બાદ આ મૂહુર્ત બન્યું હતું. આવા જ બીજા મૂહુર્ત માટે આશરે 22 વરપ્શ સુધી રાહ જોવી પડી હોત એવું પણ જ્યોતિષાચાર્યએ વધુમાં ઉમેર્યું હતું.

તમારી જાણ માટે કે રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્નન થઈ ગઈ છે. પૂરી રીતિ-રિવાજો સાથે રામ લલ્લાની સ્થાપના કરવામાં આવી છે. બપોરે 12.20 કલાકે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ હતી અને આ પ્રતિષ્ઠા માટે આ શુભ મૂહુર્ચ કાશીના વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ દ્વારા આપવામાં આવ્યું હતું.

બાલકાંડ રામચરિત માનસમાં જે રામ લલ્લાનું વર્ણન કરવામાં આવ્યું છે એક્ઝેક્ટલી એવા જ રામ લલ્લા મંદિરના ગર્ભગૃહમાં શોભી રહ્યા છે. રામ લલ્લાની વિશાળ ભૂજાઓ આભૂષણોથી સુશોભિત છે. આ સાથે જ રામ લલ્લાએ પીળું પિતાંબર પહેર્યું છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker