નેશનલસ્પોર્ટસ

જો રવિવારે પણ ભારત પાકિસ્તાનની મેચમાં વરસાદ વિલન બને તો…

નવી દિલ્હીઃ એશિયા કપ 2023માં ભારત પાકિસ્તાન વચ્ચે સુપર ફોરની ત્રીજી મેચ કોલંબોમાં રમાવવા જઈ રહી છે અને આ મેચને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં જો વરસાદ વિલન બનશે તો આ મેચ માટે એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ગયા વખતની જેમ જો આ વખતે પણ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવશે તો રિઝર્વ ડેના દિવસે રમાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ હતી.

મળી રહેલી માહિતી પ્રમાણે એશિયા કપ 2023ની આ સુપર ફોર મેચમાંથી એક જ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. આ અગાઉ બંને દેશો વચ્ચે મેચ રમાઈ હતી અને વરસાદને કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. આ કારણે સુપર ફોરમાં અન્ય મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નહોતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે એટલે કે 10મી સપ્ટેમ્બરના કોલંબો ખાતે ત્રીજી મેચ રમાશે અને એવું કહેવાઈ રહ્યું છે કે આ મેચ પર પણ વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. જો વાતાવરણ સાફ રહેશે તો મેચ રમાશે, પણ જો મુશળધાર વરસાદ પડે તો મેચ રદ કરવામાં આવશે અને રિઝર્વ ડેના દિવસે રમાશે.

અહીંયા તમારી જાણ માટે કે એશિયા કપ 2023માં ઈન્ડિયન ટીમ સુપર ફોરમાં ત્રણ મેચ રમશે, જેમાં તેની પહેલી મેચ 10મી સપ્ટેમ્બરના પાકિસ્તાન સામે, ત્યાર બાદ બીજી મેચ શ્રીલંકા સામે 12મી સપ્ટેમ્બરના અને ત્યાર બાદ ત્રીજી અને છેલ્લી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 15મી સપ્ટેમ્બરના રમાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બધી મેચ કોલંબોમાં જ રમાશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ પણ 17મી સપ્ટેમ્બરના રોજ રમાશે અને આ મેચ પણ કોલંબોમાં જ રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button