Covid Vaccine નહીં તો શું છે વધી રહેલાં Cardiac Arrestના પ્રમાણનું કારણ?

છેલ્લાં કેટલાક સમયથી કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેકથી લોકોના અચાનક મૃત્યુ થવાની ઘટનાઓમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. કેટલાક લોકો આ ઘટનાઓને કોવિડ વેક્સિન સાથે જોડીને જુએ છે. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવા અને ગેરમાન્યતાઓ ફેલાવતા દાવાઓ અને અહેવાલો વાઈરલ થતાં હોય છે. પરંતુ સચ્ચાઈ એકદમ અલગ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સ્ટડીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાર્ડિયાક અરેસ્ટનો કોવિડ વેક્સિન સાથે કોઈ સંબંધ નથી. આ પાછળ બીજું જ કારણ જવાબદાર છે, જે આપણી રોજબરોજની જિંદગી સાથે જોડાયેલું છે. જો સમયસર આની પર ધ્યાન ન આપવામાં આવે તો તે જીવલેણ બની શકે છે. ચાલો આ વિશે વાત કરીએ-
આઈસીએમઆર દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે લોકોના કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયા છે તેમાંથી મોટાભાગના કેસમાં કોવિડ વેક્સિનનું તેની સાથે કોઈ લેવા દેવા નહોતું, પરંતુ એ લોકોની જીવનશૈલી અને પહેલાંથી રહેલી સ્વાસ્થ્યની સ્થિતિ મુખ્ય કારણ હોય છે.
આ પણ વાંચો: કોવિડ વેક્સિનને કારણે નહીં, આ કારણે વધી રહ્યા છે અચાનક મૃત્યુના કેસ, સંસદમાં સ્વસ્થ્ય પ્રધાનનો જવાબ
ખોટી લાઈફસ્ટાઈલઃ
કાર્ડિયાક અરેસ્ટનું સૌથી મોટું કારણ છે અયોગ્ય અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલ. અનિયમિત ખાવા-પીવાની આદત, જંક ફૂડનું વધારે પ્રમાણમાં સેવન, એક્સરસાઈઝની કમી, સ્લિપિંગ સાઈકલમાં ડિસ્ટર્બન્સ અને સ્ટ્રેસ પણ કાર્ડિયાક અરેસ્ટ થવાનું જોખમ વધી જાય છે.
જેનેસ્ટિક ફેક્ટરઃ
હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના જોખમમાં જેનેટિક ફેક્ટર પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો પરિવારમાં કોઈને હાર્ટ સંબંધિત સમસ્યા છે તો તમને પણ આ સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સમય સમય પર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
હાઈ બ્લડપ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલઃ
હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ ધીરે ધીરે નસમાં બ્લોકેજ પેદા કરે છે, જેને કારણે પણ અચાનક કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે.
ડાયાબિટીસ અને ઓબેસિટીઃ
ડાયાબિટીસ અને વધારે પડતું વજન પણ હાર્ટના હેલ્થને નુકસાન પહોંચાડે છે. વધારે પડતું વજન મેટાબોલિઝમને નબળું બનાવે છે અને હાર્ટ પર વધારે દબાણ આવે છે.
દારુ અને સ્મોકિંગની આદતઃ
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ દારુ અને સ્મોકિંગની આદત પણ કાર્ડિયાર અરેસ્ટનું મુખ્ય કારણ છે. આ આદતો હાર્ટને નુકસાન પહોંચાડે છે.
કોવિડ વેક્સિનના નામે ફેલાવવામાં આવે છે ભ્રામક માન્યતા.. .
કોવિડ વેક્સિનને લઈને નાગરિકોમાં ડર ફેલાવવામાં આવે છે અને આ એક ભ્રામક માન્યતા છે. સૌથી મોટું જોખમ તો બગડતી દિનચર્યા અને લાઈફસ્ટાઈલથી છે. યોગ્ય ખાનપાન, એક્સરસાઈઝ અને રૂટિન હેલ્થ ચેકઅપથી આપણે આ જોખમને ઘણા અંશે ટાળી શકીએ છીએ. જરૂરી છે કે અફવાઓથી દજૂર રહીને સાચા તથ્યો પર ભરોસો કરીને આપણા હાર્ટનું ધ્યાન રાખીએ.