કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આશંકા વ્યક્ત કરતાં એક મોટું નિવેદન આપ્યું છે. તેને કહ્યું કે જો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરીથી જીતશે તો દેશમાં આ છેલ્લી ચૂંટણી હશે. તેમણે કહ્યું કે ભારત દેશમાં લોકતંત્ર બચાવવા માટે 2024ની લોકસભા ચૂંટણી એ લોકો માટે છેલ્લો વિકલ્પ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “જો નરેન્દ્ર મોદી વધુ એક ચૂંટણી જીતશે તો દેશમાં સરમુખત્યારશાહી આવશે.” તેઓ ઓડિશાના ભુવનેશ્વરમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધિત કરી રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે લોકોને BJP અને RSSથી દૂર રહેવા વિનંતી કરી અને આરોપ લગાવ્યો કે તેઓ ઝેર સમાન છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “ડરથી, કેટલાક મિત્રતા છોડી રહ્યા છે, કેટલાક પાર્ટી છોડી રહ્યા છે, કેટલાક ગઠબંધન છોડી રહ્યા છે, અરે, જો આટલા ડરપોક લોકો રહેશે તો શું આ દેશ બચશે, શું આ બંધારણ બચશે, શું આ લોકશાહી બચશે? , તેથી મત આપવાની આ તમારી છેલ્લી તક છે. આ પછી કોઈ વોટ નહીં આપે કારણ કે પુતિનનું જે રીતે પ્રેસિડેંટ ઇલેકશન થાય છે, તેવું જ થતું રહેશે.
તેમણે કહ્યું, “તમે વિચારી રહ્યા છો કે આ પછી કોઈ ચૂંટણી નહીં થાય, તેઓ તેમની તાકાત પર ચાલશે, તેઓ ચૂંટાઈને આવશે… તેથી, બંધારણની રક્ષા કરવાની, લોકશાહીની રક્ષા કરવાની, ફરી ચૂંટણી કરાવવાની જવાબદારી તમારી છે . તમે ઈચ્છો તો લોકશાહી બચાવી શકાય છે. જો તમે ગુલામ બનવા માંગતા નથી, તો તે તમારી મરજી.”
નીતીશ કુમારનું NDA માં પાછા ફરવા પર ખડગેએ દાવો કર્યો કે તેનાથી ચૂંટણીમાં કોઈ જ ફરક નહીં પડે. કારણ કે એક વ્યક્તિના અલગ થઈ જવાથી મહાગઠબંધન કમજોર નહીં થઈ જાય. તેને છેલ્લે કહ્યું કે તેઓ ભાજપને હરાવશે.