આડાસંબંધના કારણે પતિ સુસાઇડ કરે તો પત્ની જવાબદાર નહીઃ હાઇકોર્ટ | મુંબઈ સમાચાર

આડાસંબંધના કારણે પતિ સુસાઇડ કરે તો પત્ની જવાબદાર નહીઃ હાઇકોર્ટ

Karnataka High Court: કર્ણાટક હાઇકોર્ટે એક સીમાચિહ્ન રૂપ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું, આડાસંબંધના કારણે પતિ સુસાઇડ કરે તો પત્ની જવાબદાર નથી. ફેંસલો સંભળાવતાં જસ્ટિસ શિવશંકર અમરનવરે કહ્યું કે, સહ આરોપી સાથે મહિલા મહિલાના આડાસંબંધના કારણે તેના પતિએ આત્મહત્યા કરી હતી. જોકે આત્મહત્યા માટે ઉશ્કેરવા અને દોષી સાબિત કરવા પૂરતા પુરાવા નથી. જસ્ટિસ અમરનવરે કહ્યું, આરોપી મહિલાએ ઘટનાના થોડા દિવસો પહેલા મૃતકને મરવા માટે કહ્યું હતું પરંતુ કોઈને ઉશ્કેરવા માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો ઉશ્કેરવા બરાબર નહોતું.

આ પણ વાંચો: “ખાખી માટે તૈયારી કરજો” હાઇકોર્ટ સમક્ષ સરકારે કરી એક મોટી જાહેરાત

હાઇકોર્ટે કહ્યું કે, આરોપીનો ઇરાદો મૃતક સુસાઇડ કરે તેવો નહોતો. આરોપીઓ ખુશીથી જીવન જીવી શકે તે માટે મરી જવા કહ્યું હતું, જે ઉશ્કેરવા બરાબર નથી. એવું લાગે છે કે મૃતક સંવેદનશીલ હતો. કારણકે તેની પત્નીના અન્ય પુરુષ સાથે આડાસંબંધ હતા. જેનાથી કંટાળી તેણે આત્મહત્યા કરી લીધી હતી.

કોર્ટે કહ્યું કે, રેકોર્ડ પર રહેલા પૂરાવાથી આરોપીના કૃત્યોએ મૃતકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા તેવું સાબિત થતું નથી. કોર્ટે અરજીકર્તા પ્રેમા અને બસવલિંગે ગૌડાને દોષી ગણાવીને ટ્રાયલ કોર્ટના આદેશને ફગાવી બંનેને છોડી મુક્યા હતા.

Back to top button