Idol for Prosperity: Bring Wealth to Home and Business
ધર્મતેજનેશનલસ્પેશિયલ ફિચર્સ

ઘર- પરિવાર અને બિઝનેસમાં સમૃદ્ધિ ખેંચીને લાવશે ઘરમાં રાખેલી આ એક મૂર્તિ…

ફેંગશૂઈ કે જેને આપણે ચીની વાસ્તુશાસ્ત્રના નામે પણ ઓળખીએ છીએ એને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. આ ફેંગશૂઈમાં જ અનેક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેને અમલમાં મૂકીને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.

IndiaMART

આવી જ એક માન્યતા છે ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવાની. પરંતુ અનેક લોકોને એ વાતની મૂંઝવણ સતાવતી હોય છે કે કયા પ્રકારના લાફિંગ બુદ્ધા ઘરમાં રાખવા જોઈએ? ચાલો આજે તમારી આ મૂંઝવણ પણ દૂર કરી જ દઈએ.

ફેંગશૂઈમાં લાફિંગ બુદ્ધાને લકી ચાર્મ તરીકે જોવામાં આવે છે અને અમુક ચોક્કસ પ્રકારની લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં રાખવાથી વેપાર અને ઘર-પરિવાર માટે ખૂબ જ શુકનિયાળ માનવામાં આવ્યું છે.

વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવાથી ગુડલક આવે છે અને ભાગ્ય પણ બદલાય છે. લાફિંગ બુદ્ધાને વૈભવ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવ્યું છે, એવું કહેવાય છે કે આ મૂર્તિ ઘરમાં રાખવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર લાફિંગ બુદ્ધાને ઘરના મુખ્ય દ્વારની નજીક કે લિવિંગ રૂમમાં રાખવી જોઈએ. જ્યારે દુકાનમાં કેશ કાઉન્ટરની પાસે રાખવાનું શુભ માનવામાં આવ્યું છે. સિક્કા કે સોનાની થાળી પકડેલાં લાપિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં રાખવી સુખ-સમૃદ્ધિ અને ધનનું પ્રતિક માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધાની આવી મૂર્તિને ઘરમાં કે ઓફિસમાં રાખવા માટે ઉત્તર-પૂર્વ દિશા યોગ્ય છે.

ઘરમાં સકારાત્મક ઊર્જામાં અને પરિવારમાં ખુશહાલી જળવાઈ રહે એ માટે લાફિંગ બુદ્ધાની મૂર્તિ મેઈન ગેટ પર રાખવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે અને પારિવારિક સુખ અને સંતાનની ખુશી માટે લાફિંગ બુદ્ધાની મૂર્તિને લિવિંગ રૂમમાં રાખવી જોઈએ.

જો તમે પણ તમારા ઘર પરિવારમાં સુખ- સમૃદ્ધિ લાવવા માંગો છો તો ઘરમાં ચોક્કસ જ આ મૂર્તિ રાખજો હં ને…?

Back to top button