“મા માટે શું લખું ?” છતીસગઢમાં મુખ્યમંત્રીએ Mother Day પર આ વિડીયો શેર કરી માતાઓને વંદન કર્યા….
રાયપુર : “મા માટે તો શું લખું ? મા એ તો સર્વને લખ્યા છે. માતૃ દિવસના શુભ અવસર પર રાજ્યની તમામ માતાઓને પ્રણામ કરું છુ.” છતિસગઢનાં મુખ્યપ્રધાન વિષ્ણુ દેવ સાયે મધર્સ ડેના રોજ તેમના સોશિયલ મીડયા પ્લેટફોર્મ પર એક વિડીયો શેર કરીને આ ઉક્તિને ટાંકી હતી. વિડીયોમાં મુખ્યમંત્રી વિષ્ણુ દેવનાં માતા જસમની દેવીની સાથેના યાદગાર ફોટાઓ રજુ કરાયા છે.
વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી રામે કહ્યું છે કે “જનની, જન્મભૂમી સ્ચ સ્વર્ગાદપી ગરીયસી”. મા અને જન્મભૂમી તો સ્વર્ગથી પણ ચઢિયાતી છે. માના ખોળામાં ઉછરીને મોટું થવું અને માતાના આશીર્વાદથી જ પ્રદેશની જનતાની સેવા કરવાને લાયક બનવું એ વિરલાઓનું જ કામ હોઈ છે. આ માતાના પુણ્ય પ્રતાપનું જ ફળ છે કે આજે હૂં રાજ્યના મુખ્યપ્રધાન પદ પર બેસીને રાજ્યની જનતાની સેવા કરી રહ્યો છું. મા પર તો શું લખું ? મા પર શું કહીએ ? મા એ જ તો બધાને લખ્યા છે. માતૃ દિવસના શુભ અવસર પર પ્રદેશની તમામ માતાઓને નમન.