નેશનલ

આઇસીએસઇ અને આઇએસસી બોર્ડ પરીક્ષાનું સમયપત્રક જાહેર

મુંબઈ: વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ રાહ જોનારી બાબત એટ્લે બોર્ડ પરીક્ષાનું સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે. દેશના કાઉન્સીલ ફોર ઇન્ડિયન સ્કૂલ સેર્ટિફિકેટ એક્ઝામિનેશન (સીઆઇએસસીઇ) દ્વારા આઇસીએસઇ અને આઇએસસીના દસમાં અને બારમાં ધોરણ માટે ટાઈમટેબલની જાહેરાત કરી છે. જેમાં ૨૦૨૪ના ફેબ્રુઆરી ૧૨ થી એપ્રિલ ત્રણ સુધી આઇએસસીની પરીક્ષાઓ યોજવામાં આવશે અને ફેબ્રુઆરી ૨૧ થી માર્ચ ૨૮ સુધી આઇસીએસઇ બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે.

સીઆઇએસસીઇએ આપેલી માહિતી મુજબ આ પરીક્ષાઓનું પરિણામ મે મહિનામાં જાહેર થાય એવી શકતા છે. આ બોર્ડ પરીક્ષાઓ સવારે અગિયાર વાગ્યે શરૂ થશે જેમાં ૧૦.૪૫ મિનિટે વિદ્યાર્થીઓને પ્રશ્ન પત્રિકા આપવામાં આવશે જેથી તેઓને પંદર મિનિટ જેટલો સમય પ્રશ્ન પત્રિકાને વચવા માટે મળશે. દરેક વિદ્યાર્થીએ પાંચ મિનિટ પહેલા પોતાની સીટ પર બેસી જાય એવી સૂચના પણ આપવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button