ટોપ ન્યૂઝનેશનલ

Health: હવે છેક ICMRને સલાહ આપવાનું સૂઝ્યું કે બ્રેડ, બટરનો વધુ પડતો વપરાશ જોખમી છે

નવી દિલ્હીઃ બ્રેડ અને બટરનો વપરાશ લગભગ નિયમિતપણે થઈ રહ્યો છે. બાળકોથી માંડી મોટા લોકો સાવ સહેલાઈથી તૈયાર થતો આ બ્રેકફાસ્ટ રોજ કે અઠવાડિયમાં બેથી વધારે વખત લેવાનું રાખે છે. હોટેલોમાં કે રસ્તા પર ઊભતી લારીઓમાં બ્રેડ-બટર અને બન મસ્કા પાઉં ખાવા લોકો રોજ લાઈન લગાવે છે. ત્યારે હવે છેક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ તેની માર્ગદર્શિકામાં બ્રેડ, બટર અને કુકિંગ ઓઈલ સહિતના કેટલાક ખોરાકને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કેટેગરીમાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યા છે.

(healthy food habits)
ICMR અનુસાર, group-Cના ખોરાકમાં ફેક્ટરીમાંથી બનાવેલ બ્રેડ, અનાજ, કેક, ચિપ્સ, બિસ્કીટ, ફ્રાઈસ, જામ, ચટણી, મેયોનેઝ, આઈસ્ક્રીમ, પ્રોટીન પેક પાવડર, પીનટ બટર, સોયા ચંક્સ, ટોફુનો સમાવેશ થાય છે. ICMRએ ચીઝ, બટર, માંસ, અનાજ, બાજરી અને કઠોળનો પ્રોસેસ્ડ લોટ, એનર્જી ડ્રિંક્સ, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ અને જ્યુસ જેવી વસ્તુઓને પણ ગ્રુપ સી કેટેગરીમાં મૂકી છે.

Read More: Nestle ભારતમાં વેચાતા Cerelacમાં ખાંડ ઉમેરે છે! એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો

(bread-butter, meat, processed food)
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કેમ હેલ્ધી નથી, તેનો જવાબ એ છે કે વિવિધ અનાજના લોટને કારખાનામાં હાઈ ફ્લેમ પર પકવવામાં આવે છે જેથી તે ઘણા દિવસો સુધી બગડે નહીં, તે માટે પ્રિઝર્વેટીવ ઉમેરવામાં આવે છે. એ જ રીતે, તાજા ફળોને ઘણા દિવસો ફ્રોઝન કરીને રાખવામાં આવે છે જેથી તે બગડે નહીં. દૂધ પણ પાશ્ચરાઇઝ્ડ છે. જ્યારે જે તે વસ્તુનો સ્વાદ, રંગ અને હસ્તાક્ષર લાંબા સમય સુધી જાળવી રાખવા માટે, ફેક્ટરીઓમાં, કૃત્રિમ ગળપણ, રંગો, ઉમેરણો એવા ખોરાકમાં ભેળવવામાં આવે છે જે આરોગ્ય માટે જોખમી છે.

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના લાંબા ગાળાના સેવનથી સ્થૂળતા, હાર્ટ એટેક, સ્ટ્રોક જેવા રોગો થાય છે. આ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ (UPF)માં ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને ફાઈબર સહિત આવશ્યક પોષક તત્વો ખૂબ ઓછા હોય છે. અભ્યાસો દર્શાવે છે કે આવી વસ્તુઓથી ભરપૂર આહારને સ્થૂળતા, વધતી જતી વૃદ્ધાવસ્થા અને હાર્ટ એટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ અને એકંદરે ખરાબ સ્વાસ્થ્યના જોખમ સાથે જોડી શકાય છે.

Read More: Highway પર મુસાફરી કરવી બની મોંધી, Toll Tax માં વધારો કરાયો

સૌથી મોટી સમસ્યા એ છે કે આવા ખાદ્યપદાર્થો સામાન્ય રીતે ખૂબ જ સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ હોય છે, જેના કારણે તે લોકો માટે લોકપ્રિય પસંદગી બની જાય છે. ICMR C સ્તરના ખોરાકના સેવન સામે સલાહ આપે છે જેનો અર્થ છે કે આ ખોરાકમાં ખાંડ અને મીઠું વધુ હોય છે અને વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર જેવા પોષક તત્વો ઓછા હોય છે.

જોકે આ વાત નવી નથી અને નિષ્ણાતો સમયાંતરે કહી રહ્યા છે ત્યારે દેશના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાની જવાબદારી છે તે આઈસીએમઆરના હવે સલાહ આપવાથી ખાસ કોઈ પરિણામ નહીં આવે. આ વસ્તુઓની બરાબર તપાસ થાય અને નિયમોનો ભંગ કરતી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને સાથે જનજાગૃતિ કેળવવામાં આવે તે જરૂરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા