![ICICI Prudential Multi Asset's AUM stands at Rs 50,495.58 cr](/wp-content/uploads/2024/11/ICICI-Prudential.webp)
મુંબઇ: દેશના સૌથી મોટા મલ્ટિ એસેટ એલોકેશન ફંડમાંના એક આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડની એયુએમ રૂ. ૫૦,૪૯૫. ૫૮ કરોડના સ્તરે પહોચી છે. જે રોકાણકારે ૨૨ વર્ષ પહેલા આ ફંડમાં રૂપિયા ૧૦ લાખનું રોકાણ કર્યું હતું તે આજે રૂપિયા ૭. ૨૬ કરોડ થયા છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન તેના શેરબજારમાં નિફ્ટી ૨૦૦ ટીઆઇઆઇમાં માત્ર રૂપિયા ૩.
૩૬ કરોડ બની છે. વેલ્યુ રિસર્ચના ડેટા દર્શાવે છે કે આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડમાં ૩૧ ઓક્ટોબર, ૨૦૦૨ના રોજ કરાયેલ રૂપિયા ૧૦ લાખના રોકાણે આ વર્ષે ૩૦ સપ્ટેમ્બર સુધી ૨૧. ૫૮ ટકાના ચક્રવૃદ્ધિ દરે વળતર આપ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી ૨૦૦ ટીઆરઆઇમાં સમાન રોકાણ પર વળતર માત્ર ૧૭. ૩૯ ટકા રહ્યું છે. આ ઉપરાંત આપણે મ્યુચલ ફંડ સિવાય વળતર સાથેના અન્ય સલામત રોકાણની વાત કરીએ તો તેમાં એસઆઇપી છે.
જે રોકાણકારે આ ફંડમાં દર મહિને રૂપિયા ૧૦ હજારની એસઆઇપી દ્વારા રોકાણ કર્યું હશે. તે ૨૨ વર્ષમાં રૂપિયા ૨. ૯ કરોડ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન વાસ્તવિક રોકાણ માત્ર રૂપિયા ૨૬. ૪ લાખ રહ્યું છે. એટલે કે ૧૮.
Also Read – રિયલ્ટીની આગેવાનીમાં સાર્વત્રિક ઘટાડો, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૭.૩૪ લાખ કરોડનું ધોવાણ
૩૭ ટકાના સીએજીઆર દરે વળતર પ્રાપ્ત થયું છે. જ્યારે શેરબજારમાં આ જ રોકાણે વાર્ષિક ૧૪. ૬૮ ટકાના દરે વળતર આપ્યું છે. આ મલ્ટી એસેટ ફંડ ઇક્વિટી, ડેટ અને એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝ અથવા ગોલ્ડ ઇટીએફના એકમો અને સિલ્વર ઇટીએફ, રેઇટ અને ઇન્વીટમાં રોકાણ કરે છે.