આઇસીસીએ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે લોન્ચ કર્યો નવો લોગો | મુંબઈ સમાચાર
નેશનલ

આઇસીસીએ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે લોન્ચ કર્યો નવો લોગો

દુબઇ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીએ આવતા વર્ષના પુરૂષ અને મહિલા ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડ કપ માટે નવા લોગો જાહેર કર્યા છે. નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ચાર જૂનથી ૩૦ જૂન, ૨૦૨૪ દરમિયાન મેન્સ ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. જ્યારે બંગલાદેશમાં મહિલા ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. જોકે તેની તારીખોની જાહેરાત કરવામાં આવી નથી.

આઇસીસી અનુસાર નવો લોગો સૌથી નાના ફોર્મેટમાં ઝડપથી બદલાતી ઘટનાઓને પ્રતિબિંબિત કરે છે. નવા લોગોમાં આવતા વર્ષે વર્લ્ડ કપની યજમાની કરી રહેલા યજમાન રાષ્ટ્ર દ્વારા પ્રેરિત ટેક્સચર અને પેટર્ન દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તે ટી-૨૦ ક્રિકેટમાં સતત ઊર્જાને પણ પ્રતિબિંબિત કરે છે. આઇસીસીએ વધુમાં કહ્યું હતું કે , લોગો બેટ, બોલ અને ઊર્જાનું સર્જનાત્મક મિશ્રણ છે, જે ટી-૨૦ ક્રિકેટના મુખ્ય તત્ત્વોનું પણ પ્રતીક છે. આ લોગોમાં લખેલા ટી-૨૦ શબ્દના અક્ષરો એવી ડિઝાઇનમાં લખવામાં આવ્યા છે જે બેટના સ્વિંગને દર્શાવે છે જે ખૂબ જ ઝડપથી બોલ સાથે ટકરાય છે. આ ત્રણેય અક્ષરો ઝિગ-ઝેગ પેટર્નની ડિઝાઇનમાં સાથે-સાથે મુકવામાં આવ્યા છે, જે બેટ અને બોલ વચ્ચેના પ્રહારથી ઉત્પન્ન થનારી કંપન અને જબરદસ્ત ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. આઇસીસી માર્કેટિંગ અને કોમ્યુનિકેશનના જનરલ મેનેજરે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે રજૂ કરવામાં આવેલા નવા લોગોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાનારા મેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની તૈયારી માટે અમારી પાસે હવે માત્ર છ મહિનાનો સમય છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button