નેશનલ

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ફાઉન્ડેશન કોર્સ સિવાયની સીએની પરીક્ષા મોકૂફ

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર અભ્યાસ અને પરીક્ષા પર પડી રહી છે. જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ CA મે 2025ના બાકીના કેટલાક પેપર્સ હાલ પૂરતી મોકૂફ રાખ્યા છે. આમાં CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC)ની ઇન્ટરનેશનલ ટેક્સેશન-એસેસમેન્ટ ટેસ્ટ (INTT AT) નો સમાવેશ થાય છે.

એક સત્તાવાર નિવેદનમાં, ICAI એ જણાવ્યું છે કે દેશમાં તણાવપૂર્ણ અને સુરક્ષા સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મે 2025 માં યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC) ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન (INTT AT) ની બાકી રહેલી કેટલીક પરીક્ષાઓ જે 9 થી 14 મે દરમિયાન યોજાવાની હતી, તેને મોકૂફ રાખવામાં આવી છે.

તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે

આ પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરતા, ICAI એ જણાવ્યું હતું કે નવી તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ICAI વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત નવી તારીખો જાણવા માટે સત્તાવાર વેબસાઇટ www.icai.org પર નજર રાખવાની સલાહ આપી છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય

દેશના ઘણા ભાગોમાં સુરક્ષાની સ્થિતિ તંગ છે. ખાસ કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં તાજેતરમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ICAI એ વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લીધો છે. પરીક્ષા દરમિયાન મુસાફરી અને અન્ય વ્યવસ્થાઓ અંગે ચિંતા વધી રહી હોવાથી, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો દ્વારા આ પગલાને રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે.

ICAI દ્વારા જાહેર કરાયેલ સમયપત્રક મુજબ

10 અને 1૩ મેના રોજ યોજાનારી સીએ ફાઇનલ ગ્રુપ II ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.

9, 11 અને 14 મેના રોજ યોજાનારી સીએ ઇન્ટરમીડિયેટ ગ્રુપ II ની પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે.

પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ – ઇન્ટરનેશનલ ટેક્સેશન એસેસમેન્ટ ટેસ્ટ (INTT AT) ની બધી પરીક્ષાઓ હવે પછીથી લેવામાં આવશે.

સીએ ફાઇનલ પરીક્ષાના પેપર-6 નો સમયગાળો ચાર કલાકનો છે.

જોકે, એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સીએ ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ લેવામાં આવશે. આ ઉપરાંત, બાકી રહેલી સીએ ફાઇનલ પરીક્ષાઓ હજુ પણ 15, 17, 19 અને 21 મેના રોજ યોજવાનું આયોજન છે.

આ પણ વાંચો પાકિસ્તાન સદીઓ સુધી હુમલાને યાદ રાખશે, અવળચંડાઈ બંધ નહીં કરે તો ગાઝા બનાવી દઈશુંઃ એક્સપર્ટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button