નેશનલ

વર્લ્ડકપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બન્યો ઇબ્રાહિમ ઝદરાન

મુંબઇ: વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૯૧ રન કર્યા હતા. અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને ૧૪૩ બોલમાં ૧૨૯ રનની અણનમ ઇનિંગ રમી હતી.

અફઘાનિસ્તાનના બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને ઑસ્ટ્રેલિયા સામે ઈતિહાસ રચ્યો હતો. વાસ્તવમાં ઇબ્રાહિમ ઝદરાન વર્લ્ડ કપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધી અફઘાનિસ્તાન તરફથી કોઈ પણ બેટ્સમેન વર્લ્ડ કપમાં સદી ફટકારવામાં સફળ થયો નહોતો.

ઈબ્રાહિમ ઝદરાનની વન-ડે કારકિર્દીની આ પાંચમી સદી છે. ઈબ્રાહિમ ઝદરાને ૨૭ વન-ડે મેચમાં ૫૨.૦૮ની એવરેજથી ૧,૨૫૦ રન કર્યા છે. જેમાં તેણે પાંચ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે.

આ વર્લ્ડ
કપમાં કોઈપણ અફઘાન બેટ્સમેનનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ સમીઉલ્લાહ શિનવારીના નામે હતો. વર્લ્ડ કપ ૨૦૨૫માં સમીઉલ્લાહ શિનવારીએ સ્કોટલેન્ડ સામે ૯૬ રનની ઇનિંગ રમી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button