નેશનલ

ફ્લાઈટમાં બોમ્બની અફવા ફેલાવનાર નીકળ્યો IB ઓફિસર!

નવી દિલ્હી: ગયા મહિને છત્તીસગઢના પાટનગર રાયપુરમાં નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી, જેથી ફ્લાઇટનું તાત્કાલિક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ કેસમાં અફવા ફેલાવનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ આઈબીનો જ અધિકારી નીકળ્યો છે. આ ખુલાસા બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે.

આ પણ વાંચો: થાણે-સાતારામાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:292 દેશી બોમ્બ સાથે દંપતી સહિત ત્રણની ધરપકડ…

પ્રાપ્ત વિગતો અનુસાર 14 નવેમ્બરના રોજ અનિમેષ મંડલ નામના વ્યક્તિએ ફ્લાઈટના ક્રૂને ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી આપી હતી, ત્યારબાદ ફ્લાઈટનું છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં કુલ 187 મુસાફરો સવાર હતા. પોલીસે જણાવ્યું કે ફ્લાઇટની તપાસ બાદ બોમ્બની માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું, ત્યાર બાદ ખોટી માહિતી આપવા બદલ મંડલની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: થાણે-સાતારામાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:292 દેશી બોમ્બ સાથે દંપતી સહિત ત્રણની ધરપકડ…

વકીલે કહ્યું અસીલે ફરજ બજાવી
આ અંગે આરોપીના વકીલ ફૈઝલ રિઝવીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે તેમનો અસીલ આઈબીમાં ડીએસપી રેન્કનો અધિકારી છે, જે નાગપુરમાં ફરજ બજાવે છે અને તે નિર્દોષ છે. રિઝવીએ કહ્યું કે તે માહિતી શેર કરવાનું પોતાનું કામ કરી રહ્યા છે. જો કે, પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ અને IBની સંયુક્ત ટીમ દ્વારા મંડલની પૂછપરછ કરવામાં આવી હતી અને તેના દ્વારા શેર કરવામાં આવેલી માહિતી નકલી હોવાનું જાણવા મળતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે શું કહ્યું?
આ અંગે રાયપુર વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંતોષ સિંઘે જણાવ્યું હતું કે, “આઇબી ઓફિસર તરીકે મંડલે ક્રૂને પ્લેનમાં બોમ્બ હોવાની જાણ કરી હતી. પ્લેન લેન્ડ થયા બાદ પ્લેનની તપાસ કરવામાં આવી હતી અને કંઈ મળ્યું ન હતું. પોલીસે આ ઘટના અંગે આઈબીના અધિકારીઓને જાણ કરી, ત્યારબાદ તેઓ પહોંચ્યા અને આઈબી અને પોલીસ દ્વારા મંડલની સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન મંડલની માહિતી નકલી હોવાનું જાણવા મળ્યું હતું. તેથી કાયદા મુજબ તેની ધરપકડ કરવામાં આવી હતી.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button