નેશનલ

પોતાના શ્વાનને ફરાવવા સ્ટેડિયમ ખાલી કરાવનારા આઈએએસ અધિકારીને સરકારે તગેડ્યા


ગયા વર્ષે IAS કપલ રિંકુ દુગ્ગા અને સંજીવ ખિરવારના નામ ચર્ચામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે પોતાના પાલતુ શ્વાનને ફરવા માટે દિલ્હીનું ત્યાગરાજ સ્ટેડિયમ ખાલી કરાવ્યું હતું. હવે રિંકુ દુગ્ગાને કેન્દ્ર સરકાર દ્વારા બળજબરીથી નિવૃત્ત કરવામાં આવ્યાં હોવાની ખબર વહેતી થઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશ સરકારમાં ફરજ બજાવતા IAS અધિકારીને ફરજિયાત નિવૃત્તિ (બળજબરીથી નિવૃત્તિ) આપી છે. આ IAS ઓફિસરનું નામ રિંકુ દુગ્ગા છે. જેઓ AGMUT (અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશ) કેડરના 1994 બેચના અધિકારી છે. તેણી હાલમાં અરુણાચલ પ્રદેશમાં સ્વદેશી બાબતોના મુખ્ય સચિવ તરીકે પોસ્ટ કરવામાં આવી હતી.
તેમના પતિ સંજીવ ખિરવાર પણ 1994 બેચના IAS ઓફિસર છે. તેઓ હાલમાં લદ્દાખમાં પોસ્ટેડ છે. બંને પર દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમને તેમના પાલતુ શ્વાનને ફરવા માટે ખાલી કરાવવાનો આરોપ હતો. આના પરના વિવાદ બાદ સંજીવ ખિરવારને લદ્દાખ અને તેમની પત્નીને અરુણાચલ પ્રદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે દિલ્હી સરકાર દ્વારા નિયંત્રિત ત્યાગરાજ સ્ટેડિયમ 2010માં કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર કરવામાં આવ્યું હતું.
માર્ચ 2022 ની વાત છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં તાલીમ લેનાર કોચે દાવો કર્યો હતો કે પહેલા તે રાત્રે 8 કે 8.30 વાગ્યા સુધી તાલીમ લેતો હતો. પરંતુ હવે તેમને 7 વાગે મેદાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી IAS અધિકારી સંજીવ અને તેમની પત્ની તેમના કૂતરા સાથે ત્યાં ચાલી શકે. કોચે કહ્યું કે આનાથી તેની ટ્રેનિંગ અને પ્રેક્ટિસ રૂટિનમાં સમસ્યા સર્જાઈ રહી છે.
બાદમાં તેની તસવીર પણ સામે આવી હતી, જે બાદ વિવાદ વધુ વકર્યો હતો. ત્યારપછી IAS ઓફિસર સંજીવનું સ્પષ્ટીકરણ આવ્યું અને તેણે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેણે કબૂલ્યું હતું કે તે ક્યારેક શ્વાનને ત્યાં ફરવા લઈ જાય છે, પરંતુ તે એથ્લેટ્સની પ્રેક્ટિસને અવરોધે છે તે વાતનો ઈન્કાર કર્યો હતો.
મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી હતી. સરકારે IAS અધિકારી સંજીવને લદ્દાખ અને તેમની પત્નીની અરુણાચલ પ્રદેશમાં બદલી કરી દીધી છે. ત્યારબાદ કહેવામાં આવ્યું કે મુખ્ય સચિવે આ મામલે ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો છે. જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવાની હતી.
માહિતી અનુસાર, સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (CCS) પેન્શન નિયમો, 1972ના મૂળભૂત નિયમ (FR) 56(J), નિયમ 48 હેઠળ દુગ્ગાને બળજબરીથી નિવૃત્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય તેમના સર્વિસ રેકોર્ડને જોઈને લેવામાં આવ્યો હોવાનું પણ કહેવાય છે.
એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકારને તેના કોઈપણ કર્મચારીને નિવૃત્ત કરવાનો અધિકાર છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે જો સરકાર એવું માને છે કે આમ કરવું જાહેર હિતમાં છે તો કર્મચારીને બળજબરીથી નિવૃત્ત કરી શકાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button