ટોપ ન્યૂઝનેશનલ

IAS અધિકારીઓ પોતાને IPS-IFS અધિકારીઓથી ઉપરી માને છે; સુપ્રીમ કોર્ટને આવું કેમ કહેવું પડ્યું?

નવી દિલ્હી: એક જ કેડરના હોવા છતાં ભારત સરકારની ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ (IAS)ના અધિકારીઓ અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ(IFS)ના અધિકારીઓ વચ્ચે વર્ચસ્વ માટે સતત ખેંચતાણ ચાલતી રહે છે. એવામાં એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ સર્વિસીઝના અધિકારીઓને ટકોર કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘણીવાર IAS અધિકારીઓ IPS અને IFS અધિકારીઓ પર પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનો પ્રયાસ (Supreme court about IAS, IPS, IFS officer) કરે છે.

સુપ્રીમ કોર્ટ ઉત્તરાખંડમાં ‘કમ્પેન્સેટરી અફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી’ (CAMPA) ફંડના દુરુપયોગ અંગેના કેસની સુનાવણી કરી રહી હતી. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ ક્રાઇસ્ટની બેન્ચે અવલોકન કરતા કહ્યું કે IAS અધિકારીઓ IFS અને IPS અધિકારીઓ પર પોતાનું વર્ચસ્વ સાબિત કરવા પ્રયાસ કરતા રહે છે.

જસ્ટિસ ગવઈ કરી કડક ટીપ્પણી:
જસ્ટિસ ગવઈએ કહ્યું, “મેં ત્રણ વર્ષ સુધી સરકારી વકીલ તરીકે કામ કર્યું છે. ત્યારબાદ, મારી 22 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકેની કારકિર્દી રહી છે. હવે હું એ કહેવાની સ્થિતિમાં છું કે IAS અધિકારીઓ IPS અને IFS અધિકારીઓ પર પોતાનું વર્ચસ્વ બનવવા પ્રયાસ કરતા રહે છે. બધા રાજ્યોમાં આ સમસ્યા સતત રહી છે. હંમેશા ફરિયાદ મળતી રહે છે કે IPS અને IFS અધિકારીઓને ઈર્ષ્યા થાય છે કે IAS અધિકારીઓ એક જ કેડરનો ભાગ હોવા છતાં તેમને જુનિયર કેમ માને છે.”

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને ખાતરી આપી હતી કે તેઓ અધિકારીઓ વચ્ચેના આવા આંતરિક સંઘર્ષોને ઉકેલવાનો પ્રયાસ કરશે.

શું છે CAMPA ફંડ દુરુપયોગનો મામલો:
CAMPA એ ભારતના એન્વાયરમેન્ટ પોલિસી ફ્રેમવર્કનો એક મુખ્ય ભાગ છે, જેની રચના વિકાસલક્ષી જરૂરિયાતોને વન સંરક્ષણ સાથે સંતુલિત કરવા માટે કરવામાં આવી છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા CAMPA ફંડનો ઉપયોગ આઇફોન અને લેપટોપ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો, જેને કોર્ટે અયોગ્ય ગણાવ્યો હતો. કોર્ટે સંબંધિત રાજ્યના મુખ્ય સચિવને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો…અમદાવાદનો આ વિસ્તાર છે સૌથી મોંઘો, કિંમત જાણીને ચોંકી ઉઠશો

સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચિંતા વ્યક્ત કરી હતી કે CAMPA ફંડનો ઉપયોગ જે પ્રવૃત્તિઓ મંજુર કરવામાં આવી ન હતી તેના માટે કરવામાં આવ્યો છે. બેન્ચે કહ્યું “CAMPA ફંડનો હેતુ ગ્રીન કવર વધારવાનો છે. ફંડનો દુરુપયોગ અને વ્યાજના રૂપિયા જમા ન કરાવવાએ ગંભીર ચિંતાનો વિષય છે.”

કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના એક અહેવાલ મુજબ 2019-2022 દરમિયાન CAMPA ભંડોળના ઉપયોગની તપાસ કરતા અનેક નાણાકીય અનિયમિતતાઓ બહાર આવી છે. અહેવાલ મુજબ, ફંડનો ઉપયોગ iPhones, લેપટોપ, ફ્રીજ, કુલર ખરીદવા અને ઓફિસના રીનોવેશન માટે કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત આ ફંડને કોર્ટ કેસ લડવા અને વ્યક્તિગત ખર્ચ માટે પણ વાપરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button