નેશનલ

પાકિસ્તાનના એરબેઝ અને આતંકી કેમ્પોનો ભારતે કર્યો નાશ, સામે આવી નવી સેટેલાઇટ તસવીરો…

નવી દિલ્હીઃ ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. પાકિસ્તાનમાં ઘૂસીને 9 આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યાં હતાં. આ દરમિયાન આતંકવાદીઓની મદદ કરવા આવેલી પાકિસ્તાની આર્મીને પણ ભારતે જવાબ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનના અનેક કેમ્પ અને એરબેઝ ધ્વસ્ત કર્યાં હતા. અત્યારે તેની એક નવી સેટેલાઈટ તસવીર પ્રકાશમાં આવી છે. આ નવી સેટેલાઇટ છબીમાં ખુલાસો થયો છે કે ભારતે એરબેઝ સહિત પાકિસ્તાની સેનાના ઘણા કેમ્પનો નાશ કર્યો છે.

ભારતે પાકિસ્તાનના અનેક કેમ્પ અને એરબેઝ ધ્વસ્ત કર્યાં હતા
વિગતે વાત કરવામાં આવે તો, ઓપનસોર્સ ઇન્ટેલિજન્સની નવી સેટેલાઇટ છબીઓ પરથી એ પ્રમાણિત થયું છે કે, 10 મેના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના મુરિદકે એરબેઝ પર ખૂબ જ ખતરનાક હુમલો કર્યો હતો. ભારતીય વાયુસેનાના ફાઇટર જેટે મુરિદકે એરબેઝ પર એક બંકરને હેમર બોમ્બથી તોડી પાડ્યો હતો. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકલાલામાં આવેલા મુરીદકે એરબેઝ પર પણ ભારતે ડ્રોન હુમલો કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અહીં પાકિસ્તાને ડ્રોન છુપાવ્યા હતા અથવા તો અહી કોઈ કમાન્ડર અને કંટ્રોલ સેન્ટર હતું જ્યાંથી ડ્રોનનું નિયંત્રણ કરવામાં આવતું હતું.

Bureau

પાકિસ્તાનની સેનાને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું
ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર દ્વારા થયેલા કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તારીખ 7મી મેથી 10મી મે સુધીમાં થયેલા કાર્યવાહીમાં પાકિસ્તાન આતંકવાદીઓની મદદ કરવા માટે ભારત સામે પડ્યું હતું, જેનો ભારતીય સેના દ્વારા જોરદાર જવાબ આપવામાં આવ્યો હતો.

આપણો હેતુ માત્ર આતંકવાદીઓને ખતમ કરવાનો હતોઃ ડીજીએમઓ
ડીજીએમઓ રાજીવ ઘાઈએ કહ્યું હતું કે, ‘આપણો હેતુ માત્ર આતંકવાદીઓને ખતમ કરવાનો હતો. અમે પાકિસ્તાનના કોઈ પણ નાગરિક કે સેનાને નિશાન નહોતા બનાવ્યાં. પરંતુ 7મી મેની સાંજે, પાકિસ્તાને ડ્રોન અને નાના યુએવીનો ઉપયોગ કરીને ભારતીય લશ્કરી અને નાગરિક વિસ્તારો પર હુમલા શરૂ કર્યા હતો. જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યા હતાં.’

આપણ વાંચો : ઓપરેશન સિંદૂરનો લોગો કોણે બનાવ્યો અને કેટલી મિનિટમાં થયો હતો તૈયાર, જાણો વિગતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button