Top Newsનેશનલ

રાજસ્થાન નેશનલ હાઈવે પર ફાઈટર પ્લેન જેગુઆર અને સુખોઈની ગર્જના: મહા-ગજરાજ યુદ્ધાભ્યાસ…

જગુઆર અને સુખોઈ-30નું શક્તિ પ્રદર્શન; પાક સરહદથી 40 કિમી દૂર યોજાયો યુદ્ધાભ્યાસ

નવી દિલ્હી/બાડમેરઃ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સાંચોર સેક્શનના ચિતલવાના બ્લોક ખાતેના અગડાવા-સેસાવા એર સ્ટ્રીપ ખાતે ભારતીય હવાઈ સેનાએ મહા-ગજરાજ યુદ્ધાભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-295એ ઈમરજન્સી સ્ટ્રિપ પર ટચ એન્ડ ગો કરીને ઉડાન ભરી હતી, જ્યારે ફાઈટર પ્લેન જગુઆર અને સુખોઈ-30એ હાઈવે પર ઉતારવામાં આવ્યા હતા, ત્યાર બાદ ફરી ઉડાન ભરીને પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.

સી-295 ગ્લોબમાસ્ટરનો સફળ ટ્રાયલ
જિલ્લામાં ભારતીય હવાઈ દળે પાકિસ્તાન સરહદથી 40 કિલોમીટર દૂર ગાંધવ (બાખાસર) વિસ્તાના હાઈવે ખાતે ફાઈટર જેટ જેગુઆર ઉતારીને પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. એક્સપ્રેસ-વે 9251 પર બનાવવામાં આવેલી ત્રણ કિલોમીટર લાંબી અને 33 મીટર પહોળી ઈમરજ્નસી સ્ટ્રીપ પર સૌથી પહેલા સવારે સી-295 ગ્લોબમાસ્ટરે ટચ એન્ડ ગો ટ્રાયલ કર્યો હતો, ત્યાર પછી જેગુઆર ફાઈટર જેટનું સફળ લેન્ડિંગ કર્યું હતું.

તેજસ અને સુખોઈનું સફળ ઉતરાણ
આ યુદ્ધાભ્યાસ ઓપરેશન ત્રિશુલનો હિસ્સો છે, જે ઓપરેશન સિંદૂર પછી જેસલમેરમાં યોજાનાર સૌથી મોટા યુદ્ધાભ્યાસનો એક ભાગ તરીકે જોવામાં આવે છે. એક્સપ્રેસવે પર બનાવવામાં આવેલી એર સ્ટ્રીપ પર સવારે ટ્રાયલ કરવામાં આવ્યા હતો, ત્યાર પછી જેગુઆર ફાઈટર જેટે સફળ લેન્ડિંગ કર્યું હતું. ઝડપથી તેજસ અને સુખોઈ પણ સ્ટ્રિપ પર ઉતરાણ કર્યું હતું. યુદ્ધાઅભ્યાસ દરમિયાન હાઈવે પરની અવરજવરને બંધ કરવામાં આવી હતી, જ્યારે સેનાના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા હતા.

દેશમાં ઈમરજન્સી એર સ્ટ્રિપ બનાવી
આ એર સ્ટ્રિપનું નિર્માણ 32.95 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જે 3.5 કિલોમીટર લાંબી સર્વિસ રોડ સાથે કનેક્ટ કરે છે, જેથી ઈમર્જન્સીમાં ઝડપથી કાર્યવાહી કરી શકાય છે. અહીં એ જણાવવાનું કે આ પ્રકારની 25 ઈમરજન્સી એર સ્ટ્રિપ્સ બનાવવામાં આવી છે, જેમાં 12 નામ જાહેર કરવામાં આવ્યા છે. પહેલી વખત 2021માં ઉપયોગ લેવામાં આવી હતી, જ્યારે રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ ફાઈટર જેટ લેન્ડ કર્યું હતું.

પ્રસ્તાવિત એર સ્ટ્રીપ ભારતમાલા પ્રોજેક્ટ અન્વયે તૈયાર કર્યો છે, જ્યારે તેનો ઉદ્દેશ સરહદી વિસ્તારોમાં સૈન્ય સંચાલન વધારવાની ક્ષમતા અને યુદ્ધની પરિસ્થિતિમાં એરફોર્સ ઝડપથી કાર્યવાહી કરી શકે છે.

આ પણ વાંચો…દિલ્હીમાં બ્લાસ્ટથી ગભરાયું ઈસ્લામાબાદ! પાકિસ્તાને જારી કર્યું NOTAM, ત્રણેય સેના એલર્ટ

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button