નેશનલ

આજે ભારતીય વાયુસેનાને મળશે પહેલું ટ્વિન સીટર ટ્રેનર એરક્રાફ્ટ તેજસ

જાણો તેની ખાસિયતો

નવી દિલ્હીઃ ભારતનું સ્વદેશી ફાઈટર જેટ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. હવે તેનું ટ્રેનર વર્ઝન બેંગ્લોરમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે. પરીક્ષણ દરમિયાન, તેજસના નવો અવતારે તમામ ધોરણો સફળતાથી પાર કર્યા છે.

તેજસ નિર્માતા હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ તેને એક માઈલસ્ટોન ગણાવ્યું છે. આ LCA ટ્રેનર એરક્રાફ્ટનું નામ LT-2501 છે. તેને લીડ-ઇન ફાઇટર ટ્રેનર એટલે કે લિફ્ટ પણ કહેવામાં આવે છે.

HAL બુધવારે બેંગલુરુમાં ભારતીય વાયુસેનાને ટ્વિન-સીટર ટ્રેનર LCA તેજસ એરક્રાફ્ટ સોંપશે. આ પ્રસંગે સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી, HAL ચીફ અનંતક્રિષ્નન ઉપસ્થિત રહેશે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાયુસેના અને HAL વચ્ચે 8 ટ્વિન-સીટર તેજસ એરક્રાફ્ટની ડિલિવરી માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેજસનું ટ્રેનર વર્ઝન બે સીટર ટ્રેનર એરક્રાફ્ટ છે.

તે HAL તેજસના તેજસ માર્ક 1 અને તેજસ માર્ક 1A ફાઈટર જેટ સાથેના ત્રણ પ્રોડક્ટ મોડલ્સમાંથી એક છે. તેની લંબાઈ 13.2 મીટર, પહોળાઈ 8.2 મીટર અને ઊંચાઈ 4.4 મીટર છે. એરક્રાફ્ટની મહત્તમ ઝડપ 1.6 Mach છે. તે મહત્તમ 50,000 મીટરની ઉંચાઈ સુધી ઉડી શકે છે. તેમાં હથિયારો લઈ જવા માટે 9 હાર્ડ પોઈન્ટ છે.

ભારતીય વાયુસેના રૂ. 60,000 કરોડના ખર્ચે 84 સુખોઈ-30 એમકેઆઈ એરક્રાફ્ટને અપગ્રેડ કરવા અને 97 તેજસ માર્ક-1એ એરક્રાફ્ટ ખરીદવા માટે રૂ. 1.15 લાખ કરોડના સોદાને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. એરફોર્સ ચીફ વી.આર. ચૌધરીએ મંગળવારે આ માહિતી આપી હતી. ફેબ્રુઆરી 2021માં સંરક્ષણ મંત્રાલયે વાયુસેના માટે 83 તેજસ MK-1A એરક્રાફ્ટની ખરીદી માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે રૂ. 48,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે વધારાના 97 તેજસ માર્ક-1એ એરક્રાફ્ટની ખરીદી બાદ વાયુસેનાના કાફલામાં આ વિમાનોની કુલ સંખ્યા વધીને 180 થઈ જશે.


8 ઓક્ટોબરે એરફોર્સ ડે પહેલા એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એરફોર્સના વડાએ એમ પણ કહ્યું હતું કે 84 સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર જેટને 60,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અપગ્રેડ કરવાનું કામ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય આગામી વર્ષે HAL સાથે કુલ 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) ખરીદવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવાનું વિચારી રહ્યું છે, જેમાંથી 66 એરફોર્સ માટે હશે.


વાયુસેના પાસે હાલમાં 10 હળવા કોમ્બેટ હેલિકોપ્ટર છે. “અમે 83 LCA-માર્ક 1As માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમે હવે 97 વધારાના એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છીએ,” એમ એર ચીફે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટની કિંમત 1.15 લાખ કરોડ રૂપિયાથી થોડી વધારે હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…