સલામઃ એર ફોર્સ ડે નિમિત્તે નવા ફ્લેગનું અનાવણ
આજ રોજ ભારતીય વાયુસેના ઈતિહાસમાં એક ખાસ દિવસ છે. આજે એરફોર્સ (વાયુ સેના)ની 91મી વર્ષગાંઠ છે આ ખાસ દિવસે વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી દ્વારા વાયુસેના ધ્વ નવા જનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ફેરફાર 72 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. વાયુસેનાના વડા ચીફ એર માર્શલ વીઆર ચૌધરીએ પરેડ દરમિયાન ધ્વજ બદલ્યો હતો અને વાયુ યોદ્ધાઓને શપથ પણ લેવડાવ્યા હતા.
આઝાદીના પહેલા રોયલ ઈન્ડિયન એરફોર્સના ઝંડામાં ડાબી બાજુએ કેન્ટનમાં યુનિયન જેક અને ફ્લાઈ સાઈડ પર આરઆઈએએફ રાઉન્ડેલ (લાલ, સફેદ અને વાદળી) સામેલ હતા. આઝાદી બાદ વાયુસેનાના ઝંડામાં યુનિયન જેકને હટાવી ભારતીય ટ્રાય કલર અને આરએએફ રાઉન્ડેલ્સને આઈએએફ ટ્રાયકલર રાઉન્ડેલ સાથે ભારતીય વાયુસેનાનો ધ્વજ બનાવાયો છે. ભારતીય વાયુસેનાના મૂલ્યોને ધ્યાનમાં લઈ હવે એક નવો ધ્વજ બનાવાયો છે. તેમાં હવે એનનાઈનની ઉપર જમણી બાજુએ ફ્લાય સાઈડ અને વાયુસેનાના ક્રેસ્ટને સામેલ કરાયા છે.
જૂના ધ્વજને હટાવ્યા બાદ તેને સેન્ટ્રલ એર કમાન્ડ મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવશે. આ પહેલા ભારતીય નૌકાદળના ધ્વજમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આઝાદી બાદ 1951માં એરફોર્સ ધ્વજ બનાવવામાં આવ્યો હતો.
આઈએએફ ક્રેસ્ટનું રાષ્ટ્રીય પ્રતીક છે. ટોચ પર અશોક સ્તંભ અને તેની નીચે દેવનાગરીમાં સત્યમેવ જયતે લખેલું છે.
રાષ્ટ્રીય પ્રતીકની નીચે એક હિમાલયી ઈગલ છે જેના પંખ ફેલાયેલા છે જે ભારતીય વાયુસેનાના લડવાના જુસ્સાને દર્શાવે છે. આછા વાદળી રંગની એક ગોળ રીંગ હિમાલયી ઈગલને ઘેરી રાખી છે જેના પર લખ્યું છે ભારતીય વાયુસેના. ભારતીય વાયુસેના માટે આદર્શ વાક્ય નભ: સ્પર્શ દીપ્તમ હિમાલયન ઈગલની નીચે સોનેરી અક્ષરોમાં દેવનાગરીમાં અંકિત છે. દેશની રક્ષા કાજે સતત કાર્યરત રહેતા ઈન્ડિયન એર ફોર્સ અને તેના જવાનોને સલામ.