ટોપ ન્યૂઝનેશનલ

India Air force: પહેલીવાર સુપર હરક્યુલસ એરક્રાફ્ટે ‘IAF C-130J’કારગીલમાં રાત્રે સફળ લેન્ડિંગ કર્યું, જુઓ વીડિયો

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાને મોટી સફળતા મળી છે. એરફોર્સે C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને રાત્રે કારગિલ એરસ્ટ્રીપ પર લેન્ડ કરવામાં સફળતા મેળવી છે. આ દરમિયાન વાયુસેનાના ગરુડ કમાન્ડોને સુપર હરક્યુલસ એરક્રાફ્ટમાં કારગીલ મોકલવામાં આવ્યા હતા. આ કમાન્ડોની તાલીમનો પણ એક ભાગ હતો કે કટોકટીની સ્થિતિમાં તેમને શક્ય તેટલી ઝડપથી મોરચા પર કેવી રીતે તૈનાત કરી શકાય. ગરુડ કમાન્ડો ફોર્સ એ એરફોર્સનું વિશેષ દળ છે. વાયુસેનાએ લેન્ડિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

જાણકારોના જણાવ્યા મુજબ ઉંચાણ વાળા મુશ્કેલ વિસ્તારોના એરક્રાફ્ટનું લેન્ડિંગ હંમેશા પડકારજનક હોય છે. આવી સ્થિતિમાં કારગિલ જેવા ઊંચા પહાડી વિસ્તારમાં સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ એક મોટી સફળતા છે. આ પહેલા એરફોર્સના પાયલટોએ ઉત્તરાખંડના ધારસુ ખાતે સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. ખાસ વાત એ છે કે આ લેન્ડિંગ પડકારજનક હવામાનમાં કરવામાં આવ્યું હતું. ધારસુમાં જ્યાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું તે જગ્યા 3000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે.

અમેરિકાની લોકહીડ માર્ટિન કંપની દ્વારા ઉત્પાદિત C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ એક ટ્રાન્સપોર્ટ વિમાન છે, જે વાયુસેનાના 12મા ફ્લીટનો ભાગ છે. તેને વર્ષ 2011માં એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker