“હું હર ઘર જળની વાત કરું છું, એ હર ઘર બોમ્બની વાત કરે છે” TMC પર પીએમ મોદીના આકરા પ્રહારો
કોલકાતા : લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોના નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદી (PM Modi) પણ દરરોજ ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. આજે રવિવારે પીએમ મોદી પશ્ચિમ બંગાળના હુગલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા છે. અહીં પીએમ મોદીએ કહ્યું કે ‘આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો પણ અહીં આવી છે. હું આપ સૌનો આભારી છું. 2024ની આ ચૂંટણી દેશનું નેતૃત્વ પસંદ કરવાની ચૂંટણી છે અને દેશના આશીર્વાદ માત્ર ભાજપ પર છે. દેશનો ભરોસો અને દેશના આશીર્વાદ ભાજપ, કમલ અને મોદી પર છે.
તેમણે કહ્યું હતું કે 10 વર્ષમાં સરકારે જનતાના હિતમાં કામ કર્યું, પ્રજાના હિતમાં કામ કર્યું છે. દેશમાં ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે અને ચોથા તબક્કાનું મતદાન થવાનું છે. આ દરમિયાન મે જે વિશ્વાસ જોયો છે એ જોતા લાગી રહ્યું છે કે એનડીએ 400 બેઠકો તરફ આગળ વધી રહી છે. હવે 400 પર એ માત્ર એક નારો નથી રહ્યો પણ દેશની જનતાનો સંકલ્પ બની ગયો છે.
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે તમે મને તો 400 પાર સીટ અપાવી દીધી છે પરંતુ કોંગ્રેસનાં શેહજાદાની ઉંમર જેટલી સીટ પણ મળવાની નથી. એનો અર્થ છે કેતમે એક દમદાર સરકાર બનાવી છે, જેણે આખી દુનિયા સામે ભારતનો દમ રાખ્યો છે. સામાન્ય રીતે પરિવારના મુખ્ય વ્યક્તિની જવાબદારી હોય છે કે તેના મૃત્યુ બાદ તેના બાળકો કે તેના પરિવારના કોઈ સભ્ય દુખી ન થાય . આ માટે તેઓ તેમના પરિવાર માટે કઈક છોડીને જાય છે. તો મારા માટે તો તમારા સિવાય કોઈ જ નથી. મોદીનું કોઈ વારસદાર છે તો એ દેશનઉઈ જનતા છે અને તેમના માટે હું વિકસિત ભારત મૂકતો જાવ.
તેમણે કહ્યું હતું કે ‘બીજી તરફ, ટીએમસી અને અન્ય પાર્ટીઓને જુઓ, તે બધા દેશના લોકોને લૂંટવામાં લાગેલા છે. તેઓ પોતાના વારસદારો માટે બંગલા અને મહેલ બનાવી રહ્યા છે. જો તે તેના વારસદાર માટે બનાવે છે, તો હું પણ મારા વારસદાર માટે બનાવું છું. અત્યાર સુધી મારા વારસદારોએ ગરીબો માટે ચાર કરોડ પાકાં મકાનો બનાવ્યા છે, હું વધુ ત્રણ કરોડ પાકાં મકાનો બનાવવાનો છું. મોદી દરેક ઘરમાં જળ મિશન ચલાવી રહ્યા છે, મોદી દરેક ગરીબને મફત રાશન આપી રહ્યા છે. મોદી તેમની બહેનો અને દીકરીઓ માટે જીવન સરળ બનાવી રહ્યા છે. આજે કરોડો મહિલાઓ પાસે સસ્તા ઉજ્જવલા સિલિન્ડર છે. આજે દરેક સગર્ભા સ્ત્રીને 6000 રૂપિયાની સહાય મળે છે જેથી તેના પોષણમાં કોઈ ઉણપ ન રહે અને ગર્ભમાં રહેલું બાળક નબળું ન પડે. મોદીએ કામ કરતી ગર્ભવતી મહિલાઓની રજા પણ વધારીને 26 અઠવાડિયા કરી દીધી છે.
વડાપ્રધાને સંદેશખાલી તરફ ઈશારો કરતા કહ્યું હતું કે મોદી કઈ રહ્યા છે કે હર ઘર જળ ત્યારે ટીએમસી કહી રહી છે હર ઘર બોમ્બ. અહિયાં તો માફિયારાજ ચાલે છે. અહિયાં હાલમાં જ ફૂટેલા બોમ્બમાં ત્રણ બાળકો માર્યા ગયા. માતા બહેનોનું રોજનું જીવન કેટલું પ્રભાવિત થાય છે.
તેમણે ટીએમસી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે,’એકસમય આ જુઠની રાજધાની ઉદ્યોગોની રાજધાની હતીં પરંતુ ટીએમસી અને કોંગ્રેસે આને બરબાદ કરી દીધું. ભાજપ એકતરફ ‘મેક ઇન ઇન્ડીયા’ પર ધ્યાન દઈ રહી છે જયારે ટીએમસી ‘બ્રેક ઇન ઇન્ડીયા’ પર ધ્યાન દઈ રહી છે. તેમણે કહ્યું હતું કે આપણા દેશનો જ બહિષ્કાર, રામમંદિરનો બહિષ્કાર , આ બંગાળની સંસ્કૃતિ નથી, મારું બંગાળ આવું નથી.”