આવું કાશ્મીર મેં જોયું છેઃ અનુપમ ખેર સહિત ફિલ્મ હસ્તીઓએ વ્યક્ત કર્યો આક્રોશ

કાશ્મીરમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા અને એક કાશ્મીરી પંડિત તરીકે અનુપમ ખેરે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. અનુપમ ખેરે આ આતંકી પ્રવૃતિની સખત નિંદા કરી છે અને ઉમેર્યું છે કે જે તમે ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’માં જોયું તે આનો એક નાનકડો ભાગ જ હતો. અનુપમ ખેરે પોતાનો પ્રતિસાદ વિડીયો રૂપે સોશ્યલ મીડિયા ઉપર મૂક્યો છે જેમાં તેઓના મોઢા પર દુ;ખ અને આંખોમાં નમી સ્પષ્ટપણે દેખાય છે. વિડીયોમાં અનુપમ ખેર બોલે છે છે કે, આજે પહલગામમાં 27 હિંદુઓને મારીને જે રીતે નરસંહાર થયો છે તેનાંથી મનમાં દુઃખ તો છે જ અને સાથે સાથે અપાર ગુસ્સો પણ છે. મેં મારા જીવનમાં આવું ઘણું જોયું છે. કશ્મીરમાં કાશ્મીરી હિંદુઓ સાથે આવું થતું જોયું છે. ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ આવી ઘટનાની એક નાની વાર્તા જ હતી જેને ઘણા લોકોએ એક ખોટો પ્રચાર ગણાવી હતી. દેશની અલગ અલગ જગ્યાએથી લોકો રજાઓ મનાવવા કાશ્મીર આવે છે અને ત્યાં તેમને ધર્મ પુછીને મારી નાખવામાં આવે છે. અમુકવાર શબ્દો અધુરા અને નપુંસક વર્તાય છે.
વાઈરલ ફોટો જેમાં એક મહિલા તેના પતિની લાશ પાસે બેઠી છે. તે પલ્લવીના ઇન્ટરવ્યુએ અનુપમ ખેરને ધ્રુજાવી દીધા. ઇન્ટરવ્યુમાં પ્લ્વવીએ કહ્યું કે મારા પતિ પછી મને અને મારા પુત્રને પણ મારી નાખો, પરંતુ તેમ ન કર્યું કારણ કે તેઓ કોઈ સંદેશ આપવા માંગવા હતા. અનુપમ ખેરે હાથ જોડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સરકારને હાથ જોડીને આતંકીઓને કરારો જવાબ આપવા વિનંતી કરી છે. અનુપમ ખેરનો ગુસ્સો અહી સ્વાભાવિક રીતે સ્પષ્ટ થઇ રહ્યો છે, તે જણાવે છે કે, હું મારા શબ્દ પર નિયત્રણ રાખીને મર્યાદામાં જ બોલવા માંગું છું પરતું આતંકીઓને એવો જવાબ આપો કે તે આવતા સાત જન્મ સુધી આવી પ્રવૃત્તિ ન કરે.
આપણ વાંચો: રસ્તાઓ વિરાન, દુકાનોને તાળા અને ટુરિઝમ ઠપ! આતંકી હુમલાએ કાશ્મીરની રોનક છીનવી
વિડીયોના અંતમાં અનુપમ ખેર ગળગળા થઇ ગયા અને આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા.
પહલગામની આતંકી ઘટના સામે અનુપમ ખેર ઉપરાંત અક્ષય કુમાર અને સોનુ સૂદ જેવા દિગ્ગજોએ પણ પ્રતિસાદ આપ્યો છે. અક્ષય કુમારે સોશ્યલ મીડિયા X ઉપર આ ઘટનાને ‘ભયંકર’ ગણાવી છે અને માસૂમોની હત્યાની કડક નિંદા કરી છે. અક્ષય કુમારે મૃતકોના પરિવાર માટે પ્રાર્થના પણ કરી છે. સમગ્ર ઘટના પર સોનુ સૂદ ગુસ્સો વ્યક્ત કરતા કહે છે કે, કશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો તેની નિંદા કરુ છું. આ દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી અને આવું ડરપોક કૃત્ય અસ્વીકાર્ય છે. સોનુ સૂદે મૃત્યુ પામેલ વ્યક્તિ માટે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલ જલ્દી સાજા થાય તેની પ્રાર્થના કરી છે.