નેશનલ

”મને દુ:ખ થાય છે કે પાર્ટીએ મને વિધાનસભા ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યો…” આવું કોણે કહ્યું?

ભારતીય જનતા પક્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયનું પણ નામ છે. જો કે તેમણે એક મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે તેઓ અંદરથી દુ:ખી છે કે ભાજપે તેમને ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણી લડવાનું તેમને મન ન હતું.

જો કે તેમના પુત્રપ્રેમને કારણે તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. કૈલાશ વિજયવર્ગીય એ જણાવ્યું કે તેમનો પુત્ર આકાશ પણ રાજકારણમાં પગ જમાવી રહ્યો છે ત્યારે મને ખરાબ લાગી રહ્યું છે કે દીકરાની ટિકીટ કાપીને બાપ ચૂંટણી લડે. ભાજપે આ વખતે ઇન્દૌર-1 વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે કૈલાશ વિજયવર્ગીયનું નામ જાહેર કર્યું છે. જો કે ઇન્દૌર-1 વિધાનસભા બેઠક પર તેમના પુત્ર આકાશ વિજયવર્ગીય પહેલેથી ધારાસભ્ય છે. અને અગાઉ ભૂતકાળમાં પુત્રની કારકિર્દી માટે કૈલાશ વિજયવર્ગીયે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચુક્યા છે. પરંતુ હાલમાં ભાજપે જે ઉમેદવારોની સૂચિ જાહેર કરી તેમાં આકાશ વિજયવર્ગીયનું નામ ન હોવાથી આકાશની ટિકીટ કપાવાની અટકળો તેજ બની છે.


કૈલાશ વિજયવર્ગીય એ ઉમેર્યું હતું કે તેઓ પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિક છે અને જ્યારે પાર્ટી આદેશ કરશે ત્યારે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે ઈન્દોર-1 સીટ પર વિકાસની ઘણી સંભાવનાઓ છે, હું નહીં પરંતુ ભાજપના કાર્યકરો ત્યાં ચૂંટણી લડશે.


પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વખતે ભાજપ કોઈપણ રાજ્યમાં મુખ્યપ્રધાનનો ચહેરો જાહેર કરી રહી નથી, “અમે મોદીજી અને વરિષ્ઠ નેતાઓના સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી લડીશું, રાજ્યમાં મુખ્યપ્રધાનનો ચહેરો કોણ હશે તે તો પાર્ટી હાઈકમાન્ડ જ કહેશે.” તેવું કૈલાશ વિજયવર્ગીય એ જણાવ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button