હું આરોપી નથી તો શા માટે સમન્સ મોકલવામાં આવી રહ્યા છે | મુંબઈ સમાચાર
નેશનલ

હું આરોપી નથી તો શા માટે સમન્સ મોકલવામાં આવી રહ્યા છે

કેજરીવાલે ઇડીના ચોથા સમન્સનો આપ્યો જવાબ

નવી દિલ્હી: દિલ્હી દારૂ પોલિસી કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુરુવારે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થયા ન હતા. ઇડીએ તેમને ચોથી વખત આ કેસમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યા હતા. જો કે છેલ્લા ત્રણ વખતની જેમ આ વખતે પણ કેજરીવાલ તપાસ એજન્સીની ઓફિસે પહોંચ્યા નહોતા. ઇડી ઓફિસના બદલે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ત્યાગરાજા સ્ટેડિયમમાં આયોજિત ‘એક્સીલેન્સ ઇન એજ્યુકેશન’ એવોર્ડ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

આમ આદમી પાર્ટીએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઇડીએ મોકલેવા સમન્સનો જવાબ આપ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે જો હું આરોપી નથી તો શા માટે મને વારંવાર સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. ‘આપ’એ કહ્યું હતું કે ભાજપનો હેતું કે જરીવાલની ધરપકડ કરાવવાનો છે, જેથી તેઓ લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે.’
આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે ઇડીએ લખ્યું છે કે કેજરીવાલ આરોપી નથી, તો પછી સમન્સ અને ધરપકડ શા માટે? ભ્રષ્ટ નેતાઓ ભાજપમાં જાય છે, તેમના કેસ બંધ થઇ જાય છે. અમે ભ્રષ્ટાચાર કર્યો નથી, અમારો કોઈપણ નેતા ભાજપમાં જોડાશે નહીં. નોંધનીય છે કે ઇડીએ અત્યાર સુધીમાં કેજરીવાલને ચાર સમન્સ મોકલ્યા છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button