
હૈદરાબાદ: તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં આજે સિગાચી કેમિકલ્સ ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા હોવાની આશંકા વ્યક્તમાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક કેમિકલ ટેન્કર અચાનક વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો અને ફેક્ટરીમાં નાસભાગ મચી છે.
બ્લાસ્ટ પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી
આ બ્લાસ્ટ પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જે રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે.
આગને કાબુમાં લેવાનો પ્રયાસ
સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ આ ઘટનામાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતની માહિતી મળતા જ બે ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.