હમીરપુરમાં ઘર કંકાસમાં ખેલાયો ખુની ખેલ, પતિ બન્યો પત્નીનો કાળ…

લખનવ: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના મૌદહા કોતવાલી વિસ્તારના ટીકરી બુજુર્ગ ગામથી 9 જૂન, 2025ના રોજ એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાએ ગામમાં હડકંપ મચાવી દીધો. અમદાવાદથી એક દિવસ પહેલા પરત ફરેલા સંગ્રામ સિંહ નામના યુવકે ઘરેલુ ઝઘડામાં પોતાની પત્ની પૂનમ સિંહના પેટમાં ગોળી મારી દીધી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ. ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથધરી અને આરોપી પતીને હિરાસત લીધો હતો.
ટીકરી બુજુર્ગ ગામના રહેવાસી સંગ્રામ સિંહ, જે અમદાવાદમાં ખાનગી નોકરી કરે છે, 8 જૂન, 2025ના રોજ ઘરે પરત ફર્યો હતો. 9 જૂનના રોજ સવારે તેની પત્ની પૂનમ સિંહ સાથે અજાણી વાતને લઈ ઝઘડો થયો. બોલાચાલીનો ઝઘડો એટલો વધી ગયો કે સંગ્રામે ગુસ્સામાં આવીને પૂનમના પેટમાં ગોળી મારી દીધી. ઘટના બાદ આરોપી સંગ્રામ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પડોસીઓએ દોડીને પૂનમને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેની ગંભીર હાલતને કારણે બાંદા મેડિકલ કોલેજ રિફર કરવામાં આવી. મીડિયા અહેવાલો અનુસાર, પૂનમને વધુ સારવાર માટે કાનપુર રિફર કરાઈ.
સૂત્રોની જાણકારી પ્રમાણે આરોપીના પિતાએ કહ્યું કે, તેમનો દીકરો અમદાવદમાં નોકરી કરે છે અને રવિવારે જ ઘરે આવ્યો હતો. તેમણે પુષ્ટિ કરી કે પૂનમ સાથે ઝઘડો થયો હતો, જેનું કારણ હજુ સ્પષ્ટ નથી. પૂનમના બે બાળકો છે. જેમાં 12 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે.
ઘટના બાદ ગભરાઈ ગયા અને ભાવુક હાલતમાં છે. મૌદહા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને પરિવારજનો પાસેથી તહરીર લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી. આરોપી સંગ્રામની ધરપકડ માટે પોલીસે અલગ અલગ ટીમો ગોઠવવામાં આવી છે, અને તેને જલ્દી પકડીને જેલ મોકલવામાં આવશે. ગામમાં ભયનો માહોલ સર્જ્યો છે, અને પોલીસ ફરાર આરોપીની શોધમાં સક્રિય છે.