પતિ પત્નીને ગોવાને બદલે અયોધ્યા ફરવા લઈ ગયો અને…
આખો દેશ જ્યાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના ખુમારમાંથી બહાર નથી આવ્યો ત્યાં ભારતના મધ્ય પ્રદેશમાંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. આ કેસમાં રામ લલ્લા જ દંપતિના છુટાછેડાનું કારણ બન્યા છે. જી હા, વાંચીને ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને આખી ઘટના વિશે વિસ્તારથી જણાવીએ…
મધ્ય પ્રદેશના ભોપાળમાં આવેલા પિપલાની વિસ્તારનો છે. રિલેશનશિપ કાઉન્સેલર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કિસ્સામાં છુટાછેડા માગવા માટે જે કારણ આપવામાં આવ્યું છે એ માથું ચકરાવી નાખનારું છે. પત્નીએ પતિ ગોવા ફરવા લઈ જવાનું કહીને અયોધ્યા લઈ ગયો હોવાથી છુટાછેડા માંગ્યા હતા. પત્નીએ ફેમિલી કોર્ટમાં છુટાછેડાની અરજી કરી હતી, જેને કારણે જજને પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ કપલના લગ્ન ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં થયા હતા અને પતિ આઈટી સેક્ટરમાં એન્જિનિયર છે અને પતિને પગાર પણ ખૂબ જ સારો છે. લગ્ન બાદ હનીમૂન પર ક્યાં જવું એ વિશે ચર્ચા ચાલી રહી હતી એ સમયે પત્નીએ ફોરેન જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ સમયે માતા-પિતા વૃદ્ધ છે એટલે આપણે ભારતમાં જ ક્યાંક ફરવા જઈએ એવું પતિએ પત્નીને સમજાવ્યું હતું. ત્યાર બાદ બંને જણ ગોવા જવા સંમત થયા હતા.
જે દિવસે ફરવા જવાનું હતું એના એક દિવસ પહેલાં પતિએ પત્નીને એ લોકો અયોધ્યા અને બનારસ ફરવા જઈ રહ્યા છે એવું જણાવ્યું હતું. માતાને પણ દેવદર્શન કરવા જવાનું હોવાથી આપણે અહીં જઈ રહ્યા છીએ એવું પણ પતિએ જણાવ્યું હતું. એ સમયે તો પત્ની પરિવાર સાથે ફરવા જતી રહી, પણ ફરીને આવ્યા બાદ બંને વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો. બંનેનો ઝઘડો એટલો બધો વધી ગયો કે વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ હતી.
દરમિયાન પતિએ પોતાનો પક્ષ રજૂ કરતાં કોર્ટમાં જણાવ્યું હતું કે મેં કંઈ જાણી જોઈને કહ્યું નથી. પતિએ ગોવાનું કહીને અયોધ્યા લઈ ગયો એ વિશ્વાસઘાત સમાન છે. આ સિવાય પતિ મારા કરતાં વધુ સમય બીજા લોકોને આપે છે એવો દાવો પણ પત્ની દ્વારા કરવામાં આવ્યો છે. બંનેનો સંબંધ ના તૂટે એ માટે હાલમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યો છે.