Hurun Rich List 2025: Mukesh Ambaniએ મારી બાજી, આ બોલીવૂડ એક્ટરે પહેલી વખત બિલિયોનર ક્લબમાં મારી એન્ટ્રી…

ભારત ધીરે ધીરે અબજોપતિઓનું નવું હબ બની રહ્યું છે અને દર વર્ષે દેશના અમીરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ફરી એક વખતે એમથ્રીએમ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 બહાર પાડવામાં આવ્યું છે અને ફરી એક વખત રેંકિંગમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)નો દબદબો જોવા મળી રહ્યો છે અને દર વખતની જેએ આ વખતે પણ તેઓ નંબર વન પર છે. ખાસ વાત તો એ છે કે બોલીવૂડના કિંગખાન શાહરૂખ ખાને પહેલી વખત બિલિયોનર્સ ક્લબમાં એન્ટ્રી મારી છે.
છ ગણી વધી છે અબજોપતિઓની સંખ્યા
ભારતમાં અબજોપતિઓઓની સંખ્યા ઝડપથી વધી રહહી છે અને આ વધારો સતત થઈ રહ્યો છે. હવે ભારતમાં અબજોપતિઓની સંખ્યા 350થી વધુ થઈ ગઈ છે અને આ આંકડો છેલ્લાં 13 વર્ષમાં છ ગણી વધી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એમ3એમ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025માં સામેલ કરેલાં અબજોપતિઓની કુલ સંપત્તિ 167 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ભારતની જીડીપીનો અડધો હિસ્સો છે.
આ પણ વાંચો: એક મિનિટમાં મુકેશ અંબાણી અને ઇલોન મસ્ક કેટલા રૂપિયા કમાય છે? જાણીને ચોંકી જશો!
દેશના ટોપ-થ્રી અબજોપતિ
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ-2025 અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારની કુલ નેટવર્થ 9.55 લાખ કરોડ રૂપિયા હોવાનો જાવો કરવામાં આવે છે. આટલી સંપત્તિ સાથે તેઓ ભારતના સૌથી અમીર વ્યક્તિનો ખિતાબ પોતાના નામે કર્યો છે. જ્યારે આ મામલે 8.15 લાખ કરોડ રૂપિયા છે ગૌતમ અદાણી બીજા નંબરે આવે છે.
રોશની નાદરે પણ બનાવી પોતાની જગ્યા
લિસ્ટમાં ત્રીજા સ્થાને રોશની નાદર મલ્હોત્રા ત્રીજા સ્થાને છે, તેમની પાસે 2.84 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રોશની આ યાદીમાં અત્યાર સુધીની સર્વોચ્ચ રેંકિંગવાળી મહિલા અબજોપતિ બની ચૂક્યા છે અને પહેલી વખત ટોપ-3માં એન્ટ્રી લેતાં ભારતની સૌથી અમીર મહિલાના રૂપમાં એક ઈતિહાસ રચી દીધો છે.
આ પણ વાંચો: Amitabh Bachchan, Salman Khan નહીં આ છે બોલીવૂડનો સૌથી અમીર સેલિબ્રિટી…
આ સિવાય કરોડો દિલોની ધડકન એવા બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાને પણ પહેલી વખત એમ3એમ હુરુન ઈન્ડિયા રીચ લિસ્ટમાં એન્ટ્રી મારીને બિલિયોનર્સના ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. શાહરૂખ ખાનની સંપત્તિ 1.4 બિલિયન ડોલર થઈ ગઈ છે, જે પહેલાં 870 મિલિયન ડોલર હતી. હવે 12,490 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે અબજોપતિઓની યાદીમાં એન્ટ્રી લીધી છે.
આ સિવાય બોલીવૂડના બીજા સેલેબ્સની વાત કરીએ તો જૂહી ચાવલા 7,790 કરોડ રૂપિયા, રીતિક રોશન 2,160 કરોડ રૂપિયા અને અમિતાભ બચ્ચન 1,630 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.