દિવાળીનો તહેવાર આવે એટલે દેશભરમાં લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. તહેવારોના દિવસમાં સારા શુકન માટે સોનાચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. આ વખતે પણ દિવાળીમાં સોનાચાંદીમાં ભારે ઘરાકી જોવા મળી છે. લોકો સોના, ચાંદીના સિક્કા, ઘરેણાની ખરીદી કરી રહ્યા છે. કેટલાક લોકો તો ઓનલાઇન એપ દ્વારા પણ સોનાચાંદીના સિક્કાઓની ખરીદી કરી રહ્યા છે.
ભારતમાં સોના અને ચાંદીના ભાવ આ દિવસોમાં સર્વકાલીન ઊંચા સ્તરે પહોંચી ગયા છે. દિવાળીએ એટલે કે 31મી ઓક્ટોબરે સોનું 81 હજાર રૂપિયાને પાર પહોંચી ગયું છે. 24 કેરેટ સોનું 81 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે અને ચાંદી પણ 1 લાખ રૂપિયાને પાર કરી ગઈ છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે. દેશના લગભગ તમામ શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 81 હજાર રૂપિયાથી વધુ છે. જો જ્વેલરી ખરીદનારાઓ માટે 22 કેરેટ સોનાના દરની વાત કરીએ તો તેની કિંમત 74 હજાર રૂપિયાથી વધુ છે.
ચાંદી એક લાખ રૂપિયા પ્રતિ કિલો છે. ચાંદીમાં વધારો થવાનું મુખ્ય કારણ ઔદ્યોગિક માંગ છે અને જ્વેલરી અને ચાંદીના વાસણોની માંગમાં પણ વધારો થયો છે.
મુંબઈમાં આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 81,170 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 74,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Also Read – Stock Market Latest: રોકાણકારોને દિવાળી નહીં ફળે! શેર બજારની ફરી ફ્લેટ શરૂઆત
અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 74,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 81,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 81,320 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 74,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.