UPI એપ્સ ફ્રીમાં સર્વિસ આપીને પણ કેવી રીતે કમાણી કરે છે? જાણો આખી ABCD…

આજકાલ જમાનો ડિજિટલ છે અને આપણામાંથી અનેક લોકો દરરોજના અનેક ટ્રાન્ઝેકશન ઓનલાઈન કરતા હોઈએ છીએ. આપણે દરરોજ યુપીઆઈ (UPI)ની મદદથી પેમેન્ટ કરીએ છીએ જેમાં પીટીએમ, ભીમ, ગૂગલ પે અને ફોન પે જેવી એપ્સનો ઉપયોગ કરીએ છીએ. યુઝર ડાયરેક્ટ બીજા યુપીઆઈ પર પેમેન્ટ કરે છે અને એના પૈસા પણ નથી કટ થતાં કે ન તો એપ ચલાવવા માટે કોઈ પૈસા ચૂકવવા પડે છે. પણ શું તમને ખબર છે કે તો પછી આ એપ્સ કઈ રીતે કમાણી કરી છે? ચાલો આજે તમને જણાવીએ કે પેટીએમ, ભીમ, ગૂગલ પે, ફોન પે જેવી એપ્સ યુઝર્સને ફ્રી સર્વિસ પ્રોવાઈડ કરીને કઈ રીતે પ્રોફિટ કમાવે છે.
એડિશનલ સર્વિસ માટે ચૂકવવી પડે છે ફી
સૌથી પહેલાં તો એ સમજીએ છીએ નાના મોટા તમામ દુકાનદારો યુપીઆઈથી પેમેન્ટ લે છે. પરંતુ આ તમામ પ્રોસેસમાં યુઝર્સને કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી ચૂકવવો પડતો. જોકે, દુકાનદાર એકાઉન્ટિંગ, બિલિંગ, લોયલ્ટી પ્રોગ્રામ, ડેટા રિપોર્ટ્સ જેવી એડવાન્સ સર્વિસ લેવી પડે છે તો એપ્સને એની ફી ચૂકવવી પડે છે.
ઈન્શ્યોરન્સ પણ છે કમાણીનું માધ્યમ
તમારી જાણ માટે કે આવી એપ પર માત્ર પેમેન્ટ લેવડ-દેવડનું જ કામ નથી થતું. પેમેન્ટ સિવાય ઈન્શ્યોરન્સ, ક્રેડિટ કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી અને ગોલ્ડ ખરીદવા જેવી વિવિધ સુવિધા પણ આ એપ પર યુઝર્સને આપવામાં આવે છે. આ સેવાઓ પૂરી પાડવા માટે એપ્સનું કમિશન સેટ કરવામાં આવે છે.
કેશબેક, કૂપન્સ, વાઉચરનું શું છે ગણિત?
પેમેન્ટ એપ્સ દ્વારા યુઝર્સને કેશબેક અને સ્ક્રેચ કાર્ડ્સ પણ આપવામાં આવે છે, જેની ચૂકવણી એડવાળી કંપની કરે છે. આ એપ યુઝ કરનારાઓએ ધ્યાનથી જોયું હશે તો તેમને ખ્યાલ હશે કે એપ્સ પર અનેક પ્રકારની એડ જોવા મળે છે. આ એડથી પણ પેમેન્ટ એપ્સને કમાણી થાય છે.
લોન સર્વિસ પણ છે એક માધ્યમ
અનેક પેમેન્ટ એપ દ્વારા યુઝર્સને લોન પણ ઓફર કરવામાં આવે છે. અનેક યુઝર્સ આ એપ પરથી લોન પણ લે છે, જેને કારણે એપ્સને ફાયદો થાય છે અને કમાણી થાય છે.
પેમેન્ટ ગેટવેથી કરે છે કમાણી…
ઓનલાઈ શોપિંગ વેબસાઈટ કે મોટી કંપનીઓ જ્યારે પેમેન્ટ લે છે ત્યારે તેમને પેમેન્ટ ગેટવે જુએ છીએ જે તેમના માટે યુપીઆઈ, કાર્ડ, વોલેટ, નેટ બેંકિંગ વગેરે બધું મેનેજ કરે. પેટીએમ જેવી કંપની આ સુવિધા પૂરી પાડે છે અને કમિશન, ટ્રાન્ઝેક્શન ફી ચાર્જ કરે છે.