નેશનલ

આધારકાર્ડના સાથીદાર ‘Aadhaar Mitra’થી થઈ શકશે અનેક મહત્ત્વના કામ…

આજકાલ જમાનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે અને એમાં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આવ્યા બાદ તો જાણે બધું જ બદલાઈ ગયું છે. આજે અમે અહીં તમને આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા અને મહત્ત્વના એવા દસ્તાવેજ એટલે આધારકાર્ડ (Aadharcard) વિશેની પણ કેટલીક માહિતી જાણી શકો છો એવા અહેવાલો સામે આવી રહ્યા છે. આ માહિતી જાણી લેવી તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. ચાલો જોઈએ શું છે આ કામની વાત- આધારકાર્ડ એ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો દસ્તાવેજ છે અને 90 ટકા લોકો પાસે આધારકાર્ડ હાજર છે. અનેક મહત્ત્વના કામ માટે આધારકાર્ડની જરૂર પડે છે અને એના વિના મોટા મોટા કામ અટલી પડે છે. આટલા આ મહત્ત્વના આધારકાર્ડમાં અનેક એવી માહિતીઓ હોય છે જે સમય જતાં અપડેટ કરાવવી પડે છે. આ માહિતી અપડેટ કરાવવા માટે ઓફિશિયલ વેબસાઈટ, https://egovernance.vikaspedia.in/viewcontent/e-governance/online-citizen-services/government-to-citizen-services-g2c/all-about-aadhaar/update-your-aadhaar-data?lgn=en એપ વગેરેનો ઉપયોગ કરવો પડે છે. આ સિવાય આધાર સેન્ટર પર જઈને પણ આ માહિતીઓ અપડેટ કરાવી શકાય છે.

હવે આધારકાર્ડ યુઝર્સ માટે એક નવી સુવિધા આપવામાં આવી છે નામે આધાર મિત્ર (Aadhaar Mitra). આ આધાર મિત્ર એ એઆઈ ચેટબોટ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોર્ડ આધાર મિત્ર લોકોના અનેક કામ સરળ બનાવી દે છે અને એના માટે અલગ અલગ સુવિધાઓ માટે યુઝર્સને અહીંયા ત્યાં ભટકવું નહીં પડે. આ બધા કામ આધાર મિત્ર પરથી જ થઈ જશે. આધાર મિત્ર ચેટબોર્ડનો ઉપયોગ કરીને પોલિવિનાઈટ ક્લોરાઈડ કાર્ડ કે ફિઝિકલ આધાર કાર્ડના સ્ટેટસને ટ્રેક કરી શકાય છે. આ સાથે અહીંયા પર્સનલ એનરોલમેન્ટ સેન્ટરને પણ શોધી શકાય છે.

Also read: આધારકાર્ડને આધારે નવરાત્રી મંડળોમાં પ્રવેશ આપવાની માગણી

આધાર મિત્રની મદદથી તમે ઈ આધાર કાર્ડ પણ ડાઉનલોડ કરી શકાય છે. જો તમારું આધારકાર્ડ ખોવાઈ ગયા છે તો તમે આ વિળે આધાર મિત્રનો ઉપયોગ કરીને ફરિયાદ પણ કરી શકો છો. જોકે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ આધારમિત્રની મદદથી તમે આધારકાર્ડની કોઈ પણ માહિતી અપડેટ નહીં કરી શકો, પણ અપડેટ કરાયેલી માહિતીનું સ્ટેટ્સ ખૂબ જ સરળતાથી ચેક કરી શકશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button