નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

મતદાન કરતા પહેલા આજે જ ડાઉનલોડ કરી લો વોટર આઈડી કાર્ડ

લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે આજે સોમવારે મતદાન થઈ રહ્યું છે. આજે કુલ 1717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થવા જઈ રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે મતદાન કરવા માટે વોટર આઈડી કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ખોવાઇ જાય કે ના હોય તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ હવે ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું કે જો કોઈ કારણસર તમારું વોટર આઈડી ખોવાઈ જાય તો તમારે શું કરવું જોઈએ.

તમે ઘરે બેસીને માત્ર થોડી જ મિનિટોમાં નવું વોટર આઈડી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે કોઈ સાયબર કાફેમાં જવાની જરૂર જ નથી કે ના તો તમારે કોઇ સરકારી ઑફિસોના ચક્કર લગાવવાની જરૂર પડશે. આ માટે તમારી પાસે ઇન્ટરનેટ સુવિધા સાથેનો સ્માર્ટફોન અથવા લેપટોપ હોવો જરૂરી છે. મતદાર કાર્ડ માટે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો પણ જરૂરી છે. મતદાર કાર્ડની ડિજિટલ નકલ એટલે કે e-EPIC (E-Epic Download) ડાઉનલોડ કર્યા પછી, તમે તેને તમારા ફોનમાં સાચવી શકો છો. આ માટે તમારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી ડિજિટલ વોટર આઈડી કાર્ડ સેવાનો ઉપયોગ કરવો પડશે.


મતદાર ઓળખ કાર્ડ ડાઉનલોડ કરવાની રીતો મતદાર આઈડી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે, તમારે ભારતીય ચૂંટણી પંચ (ECI) ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે. ત્યાં હાજર જરૂરી પગલાંને અનુસરીને, તમે થોડી જ મિનિટોમાં મતદાર ઓળખ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

1) સૌથી પહેલા ભારતીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ WWW.ECI.GOV.IN પર જાઓ2) મેનુ વિભાગ પર ક્લિક કરો.
3) ડાઉનલોડ e-EPIC પસંદ કરો.4) સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે, જેમાંથી તમારે સર્વિસ સેક્શન પસંદ કરવાનું રહેશે.
5) હવે તમે સર્વિસ વિભાગ પર જાઓ અને e-EPIC ડાઉનલોડ પર ક્લિક કરો.6) તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ અથવા EPIC નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ ભર્યા પછી, OTP પર ક્લિક કરો.
7)રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, જે ભર્યા પછી તમારે વેરિફાઈ અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે.8) ડીજીટલ વોટર આઈડી કાર્ડ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવામાં આવશે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…