નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેવી રીતે મચી નાસભાગ, રેલવે મંત્રીએ સંસદમાં જણાવ્યું કારણ | મુંબઈ સમાચાર

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેવી રીતે મચી નાસભાગ, રેલવે મંત્રીએ સંસદમાં જણાવ્યું કારણ

નવી દિલ્હી : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીના રોજ થયેલી નાસભાગના અહેવાલનો રાજયસભામાં ઉલ્લેખ કર્યો હતો. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં હાઈ લેવલ કમિટીનો અહેવાલને ટાંક્યો હતો. તેમણે આ અહેવાલને ટાંકીને દુર્ઘટના માટે મુસાફરના માથેથી પડેલા ભારે સામાનને જવાબદાર ગણાવ્યો હતો. જેની બાદ લોકોમાં નાસભાગ મચી હતી.

મુસાફરના માથેથી ભારે સામાન નીચે પડ્યો હતો

આ અંગે રેલવે મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, 15 ફેબ્રુઆરીના રોજ એક મુસાફરના માથેથી ભારે સામાન નીચે પડ્યો હતો. જેની બાદ આસપાસના મુસાફરોમાં ગભરાઈ ગયા હતા. તેમજ તેની બાદ અચાનક લોકોમાં નાસભાગ મચી હતી. જેમાં 18 લોકોમાં મોત થયા હતા. આ દુર્ઘટનાની તપાસ માટે બનેલી હાઈ લેવલ કમિટીએ અહેવાલ સોંપી દીધો છે. અહેવાલ મુજબ આ દુર્ઘટના રાત્રે 8.48 વાગે પ્લેટફોર્મ નંબર 14/15 ને જોડનારા ફૂટ ઓવર બ્રિજ-૩ ની સીડી પર બની હતી.

સીડી પર હાજર મુસાફરો ગભરાયા હતા

આ ઉપરાંત જયારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે પ્રયાગરાજ જતી ટ્રેનમાં જવા માટે શ્ર્ધાળુંઓ મોટી સંખ્યા ઉપસ્થિત હતા. અહેવાલ મુજબ અનેક મુસાફરો પાસે ભારે સામાન હતો. જેના લીધે તેવો ફૂટ ઓવર બ્રિજ પર યોગ્ય રીતે ચાલી પણ શકતા ન હતા. આ દરમિયાન એક મુસાફરના માથેથી સામાન નીચે પડ્યો હતો. જેના લીધે સીડી પર હાજર મુસાફરો ગભરાયા હતા. તેમજ બચવા માટે નાસભાગ મચી હતી. જેના લીધે એક મુસાફર પર અન્ય મુસાફરો પડવા લાગ્યા હતા. તેમજ આ નાસભાગ માત્ર પ્લેટફોર્મ નંબર 14/15ના સીડી સુધી જ સીમિત હતી.

આ પણ વાંચો…છેલ્લા પાંચ વર્ષમાં ધાર્મિક કાર્યક્રમમાં ‘નાસભાગ’માં 200થી વધુ લોકોના મોત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button