"Revealing the Wealth of Elected MPs: Eye-Opening Statistics

બોલો આટલા શ્રીમંત છે તમે ચૂંટેલા સાંસદો? આંકડો જાણીને થશે આશ્ચર્ય

નવી દિલ્હી: દેશના પ્રવર્તમાન લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સરેરાશ સંપત્તી 38.33 કરોડ રુપિયા છે. એમાં પણ જે લોકો પર ફોજદારી ગુના દાખલ થયા છે તેમની સંપત્તી 50.03 કરોડ અને ગુનો દાખલ ન થયો હોય એવા સાંસદોની સંપત્તી સરેરાશ 30.50 કરોડ રુપિયા છે. સૌથી વધુ સંપત્તી તેલંગાણા રાજ્યના સાંસદો પાસે છે.

જો વાત પક્ષની કરીએ તો સૌથી શ્રીમંત સાંસદ ભાજપના હોવાનું એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે. ધ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) નો આ અહેવાલ છે.

આ અહેવાલ મુજબ તેલંગાણાના સાંસદ સૌથી શ્રીમંત છે. 24 સાંસદોની સરેરાશ સંપત્તી 262.26 કરોડ રુપિયા છે. ત્યાર બાદ આંધ્ર પ્રદેશ અને પંજાબના સાંસદોનો નંબર છે. સૌથી ઓછી સંપત્તી લક્ષદ્વીપના સાંસદની 9.38 લાખ છે.


કોની કેટલી સંપત્તી:
સંપત્તી સાંસદ સંખ્યા

  • 1 હજાર કરોડ કરતાં વધુ સંપત્તી ધરાવતા સાંસદો – ૦૩
  • 500 કરોડ થી 1 હજાર કરોડ – 03
  • 100 કરોડથી 500 કરોડ – 47
  • 10 કરોડથી 100 કરોડ – 215
  • 1 કરોડથી 10 કરોડ – 400
  • 10 લાખથી 1 કરોડ – 82
  • 10 લાખથી ઓછી સંપત્તી ધરાવતા સાંસદની સંખ્યા 13

કયાં પક્ષના સાંસદ સૌથી વધુ શ્રીમંત
પક્ષ સાંસદ સંખ્યા

  • ભાજપ 14
  • વાયએ,આરસીપી 07
  • ટીઆરએસ 07
  • કોંગ્રેસ 06
  • આમ આદમી પાર્ટી 03
  • રાજદ 02

સંબંધિત લેખો

Back to top button