Loksabha Election 2024: ચૂંટણીના ઓનલાઈન પ્રચાર માટે પોલિટિકલ પાર્ટી કરે છે આટલા ખર્ચા…
કોંગ્રેસ કરતાં BJPએ ત્રણસો ગણા વધારે ખર્ચ્યા: રિપોર્ટ
નવી દિલ્હી: જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચાર પ્રસાર માટે તમામ શક્ય માધ્યમો પર એક્ટિવ જોવા મળી રહ્યા છે. ડિજિટલ યુગમાં દરેક પક્ષો પોતાના મતદારોને રીઝવવા માટે થઈને ડિજિટલ કેમ્પેન કરતાં જોવા મળે છે. META અને Googleએ છેલ્લા ત્રણ મહિનામાં ભારતમાં રાજકીય જાહેરાતોનો ખર્ચ આશરે 102.7 કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવ્યું છે. ટેકનિકલ દિગ્ગજો દ્વારા બાહર પાડવામાં આવેલા આંકડાઓના એનાલિસિસથી ખબર પડે છે કે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ 5 ડિસેમ્બરથી 3 માર્ચ વચ્ચે ઓનલાઈન પ્રચાર/જાહેરાત પર 37 કરોડથી પણ વધુનો ખર્ચ કર્યો છે. જે કોંગ્રેસ કરતાં 300 ગણો વધુ ખર્ચ દર્શાવે છે.
એક મિડયા સંસ્થાના ઓપન સોર્સ ઇન્ટેલીજેન્સના ટીમેના એનાલિસિસ પ્રમાણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે (INC) અને તેના સબંધિત યુનિટોએ, ઓનલાઈન કોન્ટેન્ટ પ્રમોશન માટે માત્ર 12.2 લાખ રૂપિયા જ ખર્ચ્યા હતા.
આ દરમિયાન Google અને મેટા પ્લેટફોર્મ પર તેના કુલ ઓનલાઈન જાહેરાત ખર્ચમાંથી, કોંગ્રેસે તેના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ફેસબુક પોસ્ટને પ્રમોટ કરવા માટે રૂ. 5.7 લાખ ખર્ચ્યા છે, જેઓ હાલમાં તેમની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દ્વારા ભારતમાં પ્રચાર કરી રહ્યા છે.
આંધ્રપ્રદેશની સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટી ભારતની રાજકીય જાહેરાત ખર્ચની યાદીમાં 4 કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે છે. આ પછી, ઓડિશાના બીજુ જનતા દળ (બીજેડી) એ 51 લાખ રૂપિયા, YSR-હરીફ તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ 39.5 લાખ રૂપિયા અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે 27 લાખ રૂપિયા ખર્ચ્યા છે. YSRCP ના શેરમાં ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) દ્વારા તેની વતી ખરીદેલી જાહેરાતોનો સમાવેશ થાય છે.
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) ની બિહાર-કેન્દ્રિત જન સૂરજ પાર્ટીએ તેલુગુ ભાષામાં કેટલાક YouTube વીડિયોના પ્રચાર માટે રૂ. 2.5 લાખ ખર્ચ્યા હતા, જ્યારે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) એ રૂ. 250નું રોકાણ કર્યું હતું.
જ્યારે ડેટા દર્શાવે છે કે સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ઝારખંડ મુક્તિ મોરચા અને શિવસેનાના જૂથો જેવા ઘણા પ્રાદેશિક પક્ષોએ ઓનલાઈન જાહેરાતો પર ખર્ચ ન કરવાનું પસંદ કર્યું છે.
આમ આદમી પાર્ટી (AAP) Google પર જાહેરાતકર્તા તરીકે નોંધાયેલ છે, પરંતુ એવું લાગે છે કે તેણે આ સમયગાળા દરમિયાન પાર્ટી વતી કોઈ પૈસા ખર્ચ્યા નથી. જો કે તે મેટા સાથે નોંધાયેલ નથી. આ વર્તન એવી પાર્ટી માટે અસામાન્ય લાગે છે કે જેનું ડિજિટલ વર્ચસ્વ BJP પછી બીજા ક્રમે માનવામાં આવે છે.
જો કે, રાજકીય જૂથો સાર્વજનિક તપાસ ટાળવા માટે ઘણીવાર અન્ય વ્યાપારી અથવા સામાજિક સંસ્થાઓ દ્વારા ફરીથી જાહેરાતો મોકલે છે. તમને જણાવી દઈએ કે 12.3 લાખ રૂપિયા સાથે ભાજપના રાજ્યસભા સભ્ય કાર્તિકેય શર્મા રાજકીય નેતાઓ દ્વારા વ્યક્તિગત જાહેરાત ખર્ચના મામલામાં ટોચ પર છે.
ઘણા પેજ (Pages) ચોક્કસ પક્ષો અને નેતાઓને નિશાન બનાવતી જાહેરાત પોસ્ટ પર લાખો રૂપિયા ખર્ચ્યા છે. ઉદાહરણ તરીકે, ફેસબુક પેજ ‘મહાઠગબંધન’ અને ‘બદલેંગે સરકાર, બદલેંગે બિહાર’, જેણે બિહારમાં જેડીયુ-આરજેડી ગઠબંધન વિરૂદ્ધ જાન્યુઆરીમાં અલગ થવા સુધી પ્રચાર કર્યો હતો. આ પેજોએ છેલ્લા ત્રણ મહિનામાં અનુક્રમે રૂ. 14.4 લાખ અને રૂ. 20 લાખનો ખર્ચ કર્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની લોકો તરફી છબીને પડકારવા માંગતા ‘નિર્મતા’ નામના અન્ય એક પેજે મેટા જાહેરાતોમાં રૂ. 56.4 લાખનું રોકાણ કર્યું.
ભારતમાં, મેટા લેબલ્સ ‘સામાજિક મુદ્દાઓ, ચૂંટણીઓ અથવા રાજકારણ’ સંબંધિત સામગ્રીને ‘રાજકીય જાહેરાતો’ તરીકે પ્રમોટ કરે છે. Google માટે, ‘રાજકીય પક્ષ, રાજકીય ઉમેદવાર અથવા લોકસભા કે વિધાનસભાના વર્તમાન સભ્ય દ્વારા ચલાવવામાં આવતી જાહેરાતોને રાજકીય જાહેરાતો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.