નેશનલ

રામ મંદિર નિર્માણમાં કેટલો ખર્ચ થયો અને હજુ કેટલો ખર્ચ થશે?

અયોધ્યા (ઉત્તર પ્રદેશ ): અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉદ્ધાટનની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે મંદિરના નિર્માણ પાછળ અત્યાર સુધીમાં કેટલો ખર્ચ થયો છે અને આગામી દિવસોમાં સંભવિત ખર્ચ અંગે સત્તાવાર જાણવા મળ્યું હતું.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું હતું કે રામ મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં 1,100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને કામ પૂર્ણ કરવા માટે અન્ય 300 કરોડ રૂપિયાની જરૂર પડી શકે છે, કારણ કે બાંધકામ હજુ પૂર્ણ થયું નથી.

તેમણે કહ્યું હતું કે અસ્થાયી મંદિરમાં રાખવામાં આવેલી રામ લલ્લાની જૂની મૂર્તિ નવી મૂર્તિની સામે મુકવામાં આવશે, જેને અહીં 22 જાન્યુઆરીના રોજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

ગત સપ્તાહે રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની 51 ઇંચની મૂર્તિ મૂકવામાં આવી હતી. ભગવાન રામની ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી, જેમાંથી મૈસૂર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિ ‘પ્રાણ પ્રતિષ્ઠા’ માટે પસંદ કરવામાં આવી છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અન્ય બે મૂર્તિઓનું શું થશે તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચીએ કહ્યું હતું કે અમે તેમને સંપૂર્ણ સન્માન સાથે મંદિરમાં રાખીશું. એક મૂર્તિ અમારી પાસે રાખવામાં આવશે કારણ કે અમને ભગવાન શ્રી રામના કપડાં અને ઝવેરાત માપવા માટે તેની જરૂર પડશે.

રામ લલ્લાની વાસ્તવિક મૂર્તિ અંગે ગિરીએ કહ્યું હતું કે તે રામ લલાની સામે મૂકવામાં આવશે. મૂળ મૂર્તિનું ખૂબ મહત્વ છે. તેની ઊંચાઈ પાંચથી છ ઈંચ છે અને તે 25થી 30 ફૂટના અંતરથી જોઈ શકાતી નથી. તેથી અમને મોટી પ્રતિમાની જરૂર હતી. ગિરીએ કહ્યું હતું કે મંદિરનો એક માળ પૂર્ણ થઈ ગયો છે અને અમે બીજો માળ બનાવવા જઈ રહ્યા છીએ.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker