
નવી દિલ્હી : દિલ્હીમાં લાલ કિલ્લા નજીકના વિસ્ફોટ બાદ સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. જેમાં આ વિસ્તાર હંમેશા કડક સુરક્ષા વ્યવસ્થાના ઘેરા હેઠળ હોય છે. ત્યારે એક પ્રશ્ન તમામને સતાવી રહ્યો છે કડક સુરક્ષા વ્યવસ્થા ધરાવતા વિસ્તારમાં વિસ્ફોટક ભરેલી કાર કેવી રીતે પ્રવેશી અને સુરક્ષા તપાસમાં કેમ ટ્રેસ ના થઈ શકી. તેમજ આ વિસ્તારમાં દિલ્હી પોલીસના ટ્રાફિક અને સુરક્ષા એકમો લાલ કિલ્લા-ચાંદની ચોક કોરિડોર પર સતત નજર રાખે છે. જેમાં સીસીટીવી કેમેરા, બેરિકેડ અને રેન્ડમ વાહન તપાસનો પણ સમાવેશ થાય છે.
વિસ્ફોટક મેટલ ડિટેકટર કે સ્કેનરમાં ટ્રેસ ના થયા
આ ઉપરાંત સીસીટીવીના વિડીયોમાં સ્પષ્ટ થયું છે કે વિસ્ફોટ થવાના કલાકો પૂર્વે એક i20 કાર આ માર્ગ પરથી પસાર થઈ હતી. જેમાં કારને પ્રવેશ કરતા અને નીકળતા જોવા મળી છે. જેના લીધે હવે એજન્સીઓ એ બાબતની તપાસમાં જોતરાઈ છે કે કારમાં વિસ્ફોટક ક્યાં મુકવામાં આવ્યા હતા. તેમજ આ વિસ્ફોટક કેવી રીતે છુપાવવા આવ્યા હતા જે મેટલ ડિટેકટર કે સ્કેનરમાં ટ્રેસ ના થયા.
કાર ગુડગાંવ લાઇસન્સ પ્લેટવાળી હતી
આ કાર ગુડગાંવ લાઇસન્સ પ્લેટવાળી હતી અને સલમાન નામના વ્યક્તિના નામે રજીસ્ટર કરવામાં આવી હતી. જેણે પાછળથી તેને વેચી દીધી હતી. તેમજ અનેક માલિકો અને તારિક નામના પુલવામાના રહેવાસીને ટ્રાન્સફર કરવાના ઇરાદાપૂર્વક ડાયવર્ઝનની શંકા ઉભી થાય છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે એનઆઈએ અને એનએસજી ટીમો વાહન ચેકિંગમાં સંભવિત ભૂલોની તપાસ કરી રહી છે. અમિત શાહે એમ પણ કહ્યું કે તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે અને સુરક્ષા પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવી છે.
આ પણ વાંચો…દિલ્હી વિસ્ફોટ: લાલ કિલ્લા પર ધમાકાની હતી યોજના, જૈશ-એ-મોહમ્મદ પર શંકા!



