આટલી બધી વિદ્યાર્થિનીઓને કેવી રીતે થયું ફૂડ પોઇઝન…

હૈદરાબાદ: તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં આજે કન્યા શાળાની 78 વિદ્યાર્થિનીઓ ખોરાક ખાધા પછી અચાનક તબિયત ખરાબ થવાને કારણે 70થી વધુ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, નિઝામાબાદ જિલ્લાના ભીમગલ નગરમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ઘણી વિદ્યાર્થીનીઓએ સોમવારે રાત્રિભોજન કર્યા બાદ ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ શાળામાં હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થિનીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે કુલ 78એ 78 વિદ્યાર્થીનીઓને ભીમગલ અને નિઝામાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબોએ આ માટે ખરાબ ખોરાક ખાવાનું કારણ આપ્યું છે. અધિકારીએ આ ઘટનાને માઇનોર ફૂડ પોઇઝનિંગનો મામલો ગણાવ્યો છે. તમામ વિદ્યાર્થીનીઓની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત અત્યારે સ્થિર છે.