અવકાશમાંથી કેવી રીતે પૃથ્વી પર પરત ફરે છે અવકાશયાત્રી, જાણો સમગ્ર પ્રક્રિયા

નવી દિલ્હી : આજનો દિવસ ભારત માટે અતિ મહત્વનો છે. કારણ કે આજે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સ્પેશ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરશે. શુભાંશુ તેમના ત્રણ સાથીઓ સાથે એક્સિઓમ-4 મિશન હેઠળ અવકાશમાં ગયા હતા. જે સોમવારે ભારતીય સમય મુજબ 4.45 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનથી પૃથ્વી તરફ રવાના થયા છે. જે આજે મંગળવારે ભારતીય સમય મુજબ બપોરે ૩ વાગ્યે કેલિફોર્નિયાના દરિયા કિનારે ઉતરશે. આ યાત્રા લગભગ સાડા બાવીસ કલાકમાં પૂર્ણ થશે.
અવકાશયાત્રીઓ કેવી રીતે અવકાશમાંથી સફળતા પૂર્વક પરત ફરે છે
જોકે, આ સમયે લોકોએ એ જાણવાની ઉત્સુકતા હોય છે. આખરે અવકાશયાત્રીઓ કેવી રીતે અવકાશમાંથી સફળતા પૂર્વક પરત ફરે છે. ત્યારે આવો આ અંગે આપણે વિગતવાર જાણીએ.
સ્ટેપ : 01 : પૃથ્વીમાં પ્રવેશ કરતા જ યાન અલગ થઈ જાય છે
અવકાશમાંથી પરત ફરતી વખતે અવકાશયાત્રીઓએ ખુબ જ સાવધાની રાખવી પડે છે. જેની માટે એક નક્કી પ્રક્રિયા છે. તેમજ અવકાશયાત્રીઓએ પૃથ્વી પર પરત ફરતી વખતે એક ખાસ પ્રકારના અંતરિક્ષ યાનમાં પ્રવેશ કરવો પડે છે. જેને એસ. એસ. એસ કહેવામાં આવે છે. જેમાં પણ સુભાંશુ જે અંતરીક્ષ યાનમાં પરત આવી રહ્યા છે તેનું નામ ડ્રેગન છે. જે એક કેપ્સુલ જેવું છે જે પૃથ્વીમાં પ્રવેશ કરતા જ યાન અલગ થઈ જાય છે.
સ્ટેપ 2 : કેપ્સ્યુલને હીટ શિલ્ડ સુરક્ષિત રાખે છે
જયારે કેપ્સ્યુલ અલગ થતા તે પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરે છે. તેમજ વાસ્તવિક પડકાર અહીંથી જ શરુ થાય છે. કારણ કે વાયુમંડળમાં પ્રવેશ કર્યા બાદ ઘર્ષણના લીધે તાપમાનમાં અત્યાધિક વધારો થાય છે. આ સમયે આ કેપ્સ્યુલને તેની આસપાસ લગાવેલી હીટ શિલ્ડ તેને સુરક્ષિત રાખે છે. તેમજ કેપ્સુલ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પડકારો વધતા જાય છે.
સ્ટેપ 3 : કેપ્સ્યુલની ગતિ ધીમી કરવા માટે પેરાશૂટનો ઉપયોગ
જયારે આ કેપ્સ્યુલ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધતી હોય છે ત્યારે સૌથી મોટો પડકાર તેની ગતિ ઘટાડવાનો હોય છે. તેમજ કેપ્સ્યુલની ગતિ ધીમી કરવા માટે પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પેરાશૂટ ખૂબ મોટા હોય છે જેથી જરૂરિયાત મુજબ કેપ્સ્યુલની ગતિને ઘટાડી શકાય છે. આ કેપ્સ્યુલને સમુદ્રમાં ઉતારવામાં આવે છે જેને સ્પ્લેશડાઉન કહેવામાં આવે છે. શુભાંશુ જે કેપ્સ્યુલમાં આવી રહ્યો છે તે કેલિફોર્નિયાના દરિયા કિનારે ઉતરશે.
સ્ટેપ 4 : 7 દિવસ માટે પુનર્વસન પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડશે
જ્યારે અવકાશયાત્રી અવકાશથી પૃથ્વી પર પાછા ફરે છે. ત્યારે તેમને કેપ્સ્યુલમાંથી બહાર કાઢવામાં આવે છે અને પછી થોડા દિવસો માટે ડોકટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે જેથી તેમની તબીબી તપાસ થઈ શકે. અવકાશથી પાછા ફર્યા પછી શુભાંશુ અને તેમની ટીમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને અનુકૂળ કરવા માટે 7 દિવસ માટે પુનર્વસન પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડશે.
આ પણ વાંચો….શુભાંશુ શુક્લા આ તારીખે અવકાશથી પૃથ્વી પર પરત ફરશે! નાસાએ આપી જાણકારી…