જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાઓને બાદ ગૃહપ્રધાન એક્શન મોડ પર: 16 જૂને બોલાવી બેઠક
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. ગૃહપ્રધાને આ બાબતે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવવામાં આવી છે. રિયાસી આતંકી હુમલામાં નવ યાત્રાળુઓ અને એક CRPF જવાનનું મોત થઈ ચૂક્યું છે, જ્યારે સાત સુરક્ષાકર્મીઓ અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા. હુમલા બાદની કાર્યવાહીમાં ભારતીય સૈનિકોએ મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. રિયાસીમાં યાત્રાળુઓની બસ પરના હુમલા સહિત અનેક આતંકવાદી હુમલાઓને લઈને પણ વિવિધ વિગતોની ચર્ચા કરી રહ્યા છે. શાહે 16 જૂને ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, સેના અને CRPFના ટોચના અધિકારીઓ અને અન્યો હાજર રહેવાના છે.
આ પણ વાંચો : Kashmir terror attacks: આતંકવાદીઓએ લિક્વિડ આઇઇડી વાપર્યું હોવાનો ખુલાસો
પ્રાપ્ત વિગતો અનુસાર, આ બેઠકમાં ગૃહપ્રધાનને જમ્મુ કશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને આતંકી હુમલાઓ બાદ ઉઠાવવામાં આવેલ પગલાઓમી જાણકારી આપવામા આવશે. પાછલા ચાર દિવસોમાં જમ્મુ કશ્મીરમા રિયાસી, કઠુઆ અનેઆ ડોડા જિલ્લાના ચાર સ્થળો પર આતંકી હુમલાઓ કરવામાં આવ્યા છે.
આ હુમલાઓમા નવ યાત્રાળુઓ અને એલ સીઆરપીએફ જવાનનું મૃત્યુ થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય ઘાયલ થયા છે. કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોની સાથે થયેલ ગોળીબારીમા બે સંદિગ્ધ આતંકવાદી માર્યા ગયા છે. આ સાથે જ તેમની પાસેથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત થયો છે.