શરૂ થઈ રહ્યા છે હોળાષ્ટક, આ કામ કરવાથી બચો નહીંતર…

ફાગણ મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનો ભગવાન શિવને સમર્પિત હોવાને કારણે વધારે પડતો અધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. ફાગણ મહિનો હિંદુ કેલેન્ડરનો અંતિ મહિનો છે અને ત્યાર બાદ ચૈત્ર મહિનો શરૂ થશે. જે હિંદુ નવવર્ષની શરૂઆતનું પ્રતિક છે. આ સમયમાં મહાશિવરાત્રિ અને હોળી જેવા મહત્ત્વના તહેવાર ઉજવવામાં આવશે. આ વખતે 13મી માર્ચના હોળી અને 14મી માર્ચના ધૂળેટી ઉજવાશે. હોળીના આઠ દિવસ પહેલાંથી હોળાષ્ટકની શરૂઆત થાય છે. આ સમયમાં શુભ કાર્ય કરવાનું વર્જ્ય માનવામાં આવે છે. આજે અમે અહીં તમને હોળાષ્ટક દરમિયાન શું કરવું અને શું નહીં કરવું એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વખતે હોળાષ્ટક 7મી માર્ચથી શરૂ થશે અને 13મી માર્ચના પૂરો થશે. આ સમયગાળો હોલિકા દહન સાથે સમાપ્ત થશે. જે નકારાત્મકતાને પૂરી થવાનો અને રંગોના આનંદમય તહેવારની શરૂઆતનું પ્રતિક છે.
આ પણ વાંચો: છપરી લોકોનો તહેવાર છે હોળી, ફરાહ ખાનની કમેન્ટ પર ભડક્યા યુઝર્સ
સૌથી પહેલાં તો વાત કરીએ હોળાષ્ટક દરમિયાન શું કરવું એની-
⦁ હોળાષ્ટક દરમિયાન હનુમાન ચાલીસા અને મહામૃત્યુંજયનો જાપ કરો. આ પવિત્ર શ્લોકનો પાઠ કરવાથી ઘરમાં સુખ-શાંતિ, સકારાત્મક અને સુરક્ષાનો સંચાર થાય છે.
⦁ જરૂરિયાતમંદને દાન કરો, વંચિતોને ભોજન, કપડાં અને ધન આપવું એક પુણ્ય કાર્ય છે. જે સમૃદ્ધિ અને આશિર્વાદને આકર્ષિત કરે છે.
⦁ હોળાષ્ટક દરમિયાન પિતૃઓનું તર્પણ કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમયે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવાથી એમના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. સકારાત્મક કર્મ પ્રાપ્ત થાય છે
⦁ હોળાષ્ટક દરમિયાન ગ્રહ શાંતિની પૂજા કરો. આ અનુષ્ઠાનના માધ્યમથી ગ્રહોની નકારાત્મક ચાલના પ્રભાવને ઘટાડવામાં મદદ મળે છે અને જીવનમં ખુશહાલી આવે છે.
સૌથી પહેલાં તો વાત કરીએ હોળાષ્ટક દરમિયાન શું કરવું એની-
⦁ હોળાષ્ટક દરમિયાન વિવાહ કે કોઈ પણ માંગલિક સમારોહનું આયોજન કરવું વર્જ્ય ગણાય છે. આ સમયે વિવાહ, ગૃહ પ્રવેશ, મુંડન અને નામકરણ જેવા કામનું આયોજન ના કરવું જોઈએ.
⦁ હોળાષ્ટક દરમિયાન નવા ઘરનું બાંધકામ ના શરૂ કરવું જોઈએ.
⦁ હોળાષ્ટક દરમિયાન સોના, ચાંદી કે વાહનની ખરીદી કરવાથી બચો. આ સમયે કોઈ પણ કિંમતી ધાતુ, સંપત્તિ કે પ્રોપર્ટી ખરીદવું અશુભ માનવામાં આવે છે.
⦁ હોળાષ્ટક દરમિયાન નવો બિઝનેસ કે નોકરી શરૂ કરવાથી બચો. કોઈ પણ નવો બિઝનેસ કે પ્રોફેશનની શરૂઆત હોળાષ્ટક બાદ કરવાની સલાહ આપવામાં આવે છે.