આપણી શાન એવા લાલકિલ્લા પર આ કાળો પછડાયો કોનો છે?: જાણો ચોંકાવનારો અહેવાલ

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો આપણા બધા માટે માત્ર એક મોન્યુમેન્ટ નથી, પણ ગર્વ અને અભિમાનનું પ્રતીક છે. આ લાલ કિલ્લા પરથી જ આઝાદ ભારતનો પહેલો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો અને આજે પણ અહીંથી જ સ્વતંત્રતાદિવસ નિમિત્તે વડા પ્રધાન ધ્વજારોહણ કરે છે, પરંતુ આ લાલકિલ્લા પર કાળો પડછાયો પડયો હોવાનો ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે. લાલકિલ્લાની દિવાલો પર પ્રદૂષણને લીધે કાળા પડ જામી ગયા છે.
દિલ્હીનું પ્રદૂષણ આખા દેશમાં હંમેશાં ચર્ચાનો વિષય બન્યો છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા આટલી ગંભીર છે તે આ અહેવાલ પરથી પણ જાણી શકાય છે.
આપણ વાંચો: ‘તો શું લાલ કિલ્લો, તાજમહેલ, કુતુબ મિનારને તોડી પાડશો…’, સંભલ હિંસા મામલે ખડગેના સવાલ
શું છે રિપોર્ટમાં
રિપોર્ટમાં જણાવાયું છે કે દિવાલો પર જમા થયેલો કાળા રંગનું પડ પથ્થરની સપાટીને નુકસાન પહોંચાડી રહ્યું છે અને તેમાં થયેલા નક્શીકામને પણ અસર કરી રહ્યું છે. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે લાલ કિલ્લાના તે વિસ્તાર આસપાસ વાહનોની અવર જવર ખૂબ જ વધારે રહે છે.
સંશોધન મુજબ, લાલ કિલ્લાની દિવાલો પર દેખાતા કાળા સ્તરમાં ઘણા હાનિકારક કેમિકલ્સ અને ભારે મેટલ્સ મળી આવ્યા છે. આ રસાયણો ઘણીવાર વાહનો અને કારખાનાઓના ધુમાડામાંથી બને છે. રિપોર્ટ એમ પણ જણાવે છે કે આ પડ સાવ પતલું નહી્, પણ 0.05 મિલીમીટર જેટલું છે.
આપણ વાંચો: Bombથી ઉડાવી દેશે સંસદ- લાલકિલ્લો Khalistaniએ સાંસદને આપી ધમકી, સાંસદે રાજ્યસભા અધ્યક્ષને પત્ર લખ્યો
આ કારણે નક્શીકામ પર પણ સીધી અસર કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે, એમોનિયા અને સલ્ફર ડાયોક્સાઇડની વધુ માત્રાને કારણે લાલ કિલ્લાને પણ નુકસાન થયું છે.
આ પણ નુકસાનનું એક મોટું કારણ છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો સફાઈકાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં નહીં આવે અને લાલ કિલ્લાની દિવાલોને બચાવવામાં નહીં આવે, તો આ ઐતિહાસિક સ્મારક આવનારી પેઢીઓ માટે ફક્ત ઇતિહાસ બની રહેશે, તેમ પણ કહેવાય રહ્યું છે.
યુનેસ્કોએ 2007 માં લાલકિલ્લાને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામા આવી હતી છે. લાલકિલ્લા સાથે આપણો ભાવનાત્મક સંબંધ પણ છે અને આર્કિટેક્ચરની દૃષ્ટિએ પણ આપણી ધરોહર છે. તે પ્રદૂષણથી બચી રહે તે ખૂબ જરૂરી છે.
જોકે માત્ર દિલ્હીમાં જ નહીં સમગ્ર દેશમાં પ્રદૂષણ માનવજીવન માટે એક મોટો પડકાર બનીને ઊભું છે. મોટાભાગના શહેરોની હવા પ્રદૂષિત થઈ ગઈ છે અને તે આરોગ્ય માટે ભારે હાનિકારક સાબિત થઈ રહ્યું છે.