શું ચીનમાં ફેલાઇ રહ્યો છે HMPV વાયરસ, જાણો.. ભારતને કેટલો ખતરો ?
નવી દિલ્હી : કોરોના મહામારીની જેમ ચીનમાં વધુ એક વાઈરસ ફેલાયો હોવાના સમાચાર છે. જેમાં ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં માનવ મેટાપ્યુમો વાયરસ (HMPV)ના કેસ વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના લીધે હોસ્પિટલો અને સ્મશાનગૃહો ભરાઈ ગયા છે. ઓનલાઈન શેર કરાયેલ વિડીયોમાં ગીચ હોસ્પિટલો બતાવવામાં આવી છે, જેમાં કેટલાક યુઝર્સ કહે છે કે ઈન્ફલ્યુએન્ઝા A,HMPV, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને COVID-19 સહિત બહુવિધ વાયરસ ફેલાઈ રહ્યા છે. જો કે ચીને આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.
ચીનમાં ફેલાતા રોગચાળાના દાવાઓએ ભારતમાં પણ ચિંતા વધારી છે. જોકે, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલનું કહેવું છે કે ભારતના લોકોએ આ અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અહીં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે.
આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દેશમાં શ્વસન અને મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખી રહ્યું છે. ચીનમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV)ફાટી નીકળવાના તાજેતરના અહેવાલોને પગલે આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સ્થિતી પર નિરીક્ષણ રાખીએ છીએ અને તે મુજબ અપડેટ કરીશું.
આ પણ વાંચો : Arvind Kejriwal નો પીએમ મોદી પર વળતો પ્રહાર, કહી આ વાત
ભારતે હાલ ચિંતા કરવાની જરૂર નથી
આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (DGHS) ડૉ. અતુલ ગોયલે જણાવ્યું હતું કે માનવ મેટાપ્યુમોવાયરસ એ અન્ય શ્વસન વાયરસ જેવો છે. જે સામાન્ય શરદીનું કારણ બને છે. તે યુવાન અને ખૂબ વૃદ્ધોમાં ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બની શકે છે. તેમણે જણાવ્યું હતું કે ચીનમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV)ના ફાટી નીકળવાના અહેવાલો છે.
શરદી અને તાવ માટે સામાન્ય દવાઓ લેવી જોઈએ
ડૉ. ગોયલે કહ્યું. તેમણે લોકોને શ્વસનતંત્રના ચેપને રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સામાન્ય સાવચેતીઓ અપનાવવાની સલાહ આપી હતી, જેનો અર્થ એ છે કે જો કોઈને ઉધરસ અને શરદી હોય, તો તેણે અન્ય લોકો સાથે સંપર્ક ટાળવો જોઈએ જેથી ચેપ ન ફેલાય. તેમણે કહ્યું કે લોકોને શરદી થાય ત્યારે અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને શરદી અને તાવ માટે સામાન્ય દવાઓ લેવી જોઈએ.