દિલ્હીને ચોથા મહિલા મુખ્ય પ્રધાન મળ્યાં, દરેક CM કેટલું ટક્યાં?
સુષ્મા સ્વરાજ, શિલા દીક્ષિત, આતિશી પછી રેખા ગુપ્તાને શિરે આવી જવાબદારી...

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી ત્યારથી મુખ્ય પ્રધાનના ચહેરાને લઈને કોકડું ગૂંચવાયું હતું. શપથ ગ્રહણ સમારોહનું સ્થળ અને તારીખ બંને નિર્ધારણ થઈ ગયું હોવા છતાં મુખ્ય પ્રધાન તરીકે શપથ કોણ લેશે તેના સસ્પેન્સ યથાવત રહ્યું હતું. જો કે હવે 11 દિવસ બાદ ભાજપે મુખ્ય પ્રધાન તરીકેની પસંદગીનો કળશ રેખા ગુપ્તા પર ઢોળ્યો છે. આ સાથે હવે રેખા ગુપ્તાના નેતૃત્વમાં રાજધાની દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપ સરકાર બનાવવા જઈ રહ્યું છે. આ સાથે જ રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્ય પ્રધાન બનશે.
Also read : Delhi ના મુખ્યમંત્રી બન્યા રેખા ગુપ્તા, આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના લગભગ 11 દિવસ બાદ મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં આઠ મુખ્ય પ્રધાનો બન્યા છે જ્યારે હવે ભાજપના રેખા ગુપ્તા દિલ્હીના નવમા મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે જ રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્ય પ્રધાન બનશે. તેમના પૂર્વે દિલ્હીમાં સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી મહિલા મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે.
જો કે ખાસ નોંધવું ઘટે કે 1952થી અત્યાર સુધીમાં, દિલ્હીમાં 19 વર્ષનો સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા કોંગ્રેસના મુખ્ય પ્રધાનનોની સંખ્યા ફક્ત ત્રણ જ રહી છે, જ્યારે 1993માં માત્ર પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ભાજપે રાજધાનીને ત્રણ મુખ્ય પ્રધાન આપ્યા છે. દિલ્હીમાં પ્રારંભથી જ કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. જેના પ્રવાહને વર્ષ 1993માં ભાજપે પોતાની જીતથી રોક્યો. જો કે વર્ષ 1998માં ફરીથી સત્તાની દોર સંભાળી હતી.
સુષ્મા સ્વરાજ હતા પ્રથમ મુખ્ય પ્રધાન

દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શીલા દીક્ષિતનું નામ સૌથી જાણીતું છે. પરંતુ શીલા દીક્ષિત પહેલા સુષ્મા સ્વરાજ દિલ્હીના મહિલા મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમના નામે દિલ્હીના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બનવાનો રેકોર્ડ પણ છે. સુષ્મા સ્વરાજે 12 ઓક્ટોબર 1998ના રોજ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. જોકે, તેમણે ખૂબ જ ટૂંકા સમયમાં પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે માત્ર 52 દિવસ દિલ્હીના મુખ્ય પ્રધાનનું પદ સંભાળ્યું હતું.
15 વર્ષ શીલા દીક્ષિત રહ્યા મુખ્ય પ્રધાન

15 વર્ષથી દિલ્હીમાં સત્તાની દોર સંભાળનાર કોંગ્રેસના મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતનું નામ સૌથી વધુ જાણીતું છે. દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન આતિશી પહેલા, દિલ્હીના મહિલા મુખ્ય પ્રધાન તરીકે શીલા દીક્ષિતનું નામ આવે છે. શીલા દીક્ષિત 1998 થી 2013 સુધી સતત ત્રણ વખત દિલ્હીના મુખ્ય પ્રધાન રહ્યા. 2019ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન, શીલા દીક્ષિત દિલ્હીના પ્રદેશ પ્રમુખ હતા. તેમણે ઉત્તર-પૂર્વ દિલ્હીથી લોકસભા ચૂંટણી પણ લડી હતી પરંતુ મનોજ તિવારી સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
સૌથી યુવા CM આતિશી

2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં, AAP એ પ્રચંડ બહુમતી મેળવીને નવો ઇતિહાસ રચ્યો. તેણે 70 માંથી 67 બેઠકો જીતીને ભાજપ અને કોંગ્રેસને સંપૂર્ણપણે પરાજિત કરી દીધા.
જો કે દારૂનીતિ કૌભાંડમાં જેલમાં ગયા બાદ અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. અરવિંદ કેજરીવાલના રાજીનામા આમ આદમી પાર્ટીએ દિલ્હીના મુખ્ય પ્રધાન પદની જવાબદારી આતિશીને સોંપી હતી. આતિશી માત્ર 141 દિવસ દિલ્હીના મુખ્ય પ્રધાન રહ્યા. તેઓ 43 વર્ષની ઉંમરે દિલ્હીના સૌથી યુવા મુખ્ય પ્રધાન બન્યા હતા.
Also read : જ્ઞાનેશ કુમારે સીઈસી તરીકેનો કાર્યભાર સંભાળ્યો, મતદારોની કરી મોટી અપીલ
રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્ય પ્રધાન

ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્ય પ્રધાન બનશે. હાલમાં તે દેશના બીજા મહિલા મુખ્ય પ્રધાન બની રહ્યા છે. તેઓ શાલીમાર બાગના ધારાસભ્ય છે. તેમણે આપ નેતા બંદના કુમારીને 29,595 મતોથી હરાવ્યા છે. રેખા ગુપ્તાને 68,200 મત મળ્યા છે. જ્યારે આપ નેતા બંદના કુમારીને 38,605 મત મળ્યા હતા. તેમજ કોંગ્રેસના પ્રવીણ જૈનને માત્ર 4,892 મત મળ્યા હતા.
રેખા ગુપ્તા ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે અને હરિયાણાના જીંદના વતની છે. તેવો દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના સચિવ અને પ્રમુખ હતા. આ ઉપરાંત તે વર્ષ 2007 અને વર્ષ 2012 માં ઉત્તર પિતામપુરાથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.