ઇન્ટરનેશનલનેશનલ

41 વર્ષ બાદ ભારત અને ઑસ્ટ્રિયાની ઐતિહાસિક મુલાકાત; દ્વિપક્ષીય સબંધોને લઈને થશે ચર્ચાઓ

વિયેના: ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રીયાની મુલાકાતે પહોંચ્યા છે. 41 વર્ષ બાદ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આજે બે રાષ્ટ્ર મિત્રોની મુલાકાતથી નવો જ ઇતિહાસ રચાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિયેનામાં ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મુલાકાત કરી હતી. છેલ્લે 1983માં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઑસ્ટ્રિયાની મુલાકાત કરી હતી. આજે નરેન્દ્ર મોદી વીયેનામાં ભારતીયો સાથે મુલાકાત કરવાના છે.

બંને નેતાઓની વચ્ચે આજે સત્તાવાર દ્વિપક્ષીય મંત્રણા થવાની છે, જેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીના વ્યાપક પરિમાણો પર ચર્ચા કરવામાં આવશે. નરેન્દ્ર મોદી 8 અને 9 જુલાઇના રોજ રશિયાની મુલાકાતે પહોંચ્યા બાદ તેઓ ઑસ્ટ્રિયાની મુલાકાતે છે. આ તેમની એક ઐતિહાસિક યાત્રા છે, કારણ કે તેમના 40 વર્ષ બાદ ભારતના કોઈ પ્રધાનમંત્રી ઑસ્ટ્રિયા પહોંચ્યા છે અને તો ત્રીજા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી ઑસ્ટ્રિયાની મુલાકાતે પહોંચ્યા છે.

આજે બુધવારે પીએમ મોદીએ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં ચાન્સેલર કાર્લ નેહામર સાથે સત્તાવાર દ્વિપક્ષીય મંત્રણા થઈ થવાની છે. ઓસ્ટ્રિયાએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જેને લઈને પીએમ મોદીએ તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘હું ખુશ છું કે મને મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં ઓસ્ટ્રિયાની મુલાકાત લેવાની તક મળી.’ પીએમ મોદીએ કહ્યું, ‘મારી આ મુલાકાત ઐતિહાસિક અને ખાસ બંને છે. 41 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયાની મુલાકાતે આવ્યા છે. એ પણ એક સુખદ સંયોગ છે કે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આપણા પરસ્પર સંબંધોના 75 વર્ષ પૂર્ણ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેમાનગતિ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં ચાન્સેલર કાર્લ નેહામરે કરી હતી. આમ તો આ બંને નેતાઓ વચ્ચેની આ પહેલી મુલાકાત છે અને જેમાં બંને વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારી સબંધોની ચર્ચાને લઈને મુલાકાત થવાની છે. મુલાકાતની શેર કરવામાં આવેલી તસવીરોમાં નરેન્દ્ર મોદી નેહગરને ગળે લગાવતા જોઇ શકાય છે.

ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આયોજન કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. દ્વિપક્ષીય ભાગીદારી અંગે ચર્ચા થશે.” એક તસવીરમાં મોદી નેહમરને ગળે લગાવતા જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં ઓસ્ટ્રિયાના ચાન્સેલર વડાપ્રધાન સાથે સેલ્ફી લેતા જોવા મળે છે. નેહમરે સોશિયલ મીડિયા પર મોદી સાથેની એક તસવીર પણ શેર કરી અને કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિયેનામાં આપનું સ્વાગત છે! ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ અમારા માટે આનંદ અને સન્માનની વાત છે. ઓસ્ટ્રિયા અને ભારત મિત્રો અને ભાગીદાર છે. તમારી મુલાકાત દરમિયાન રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છીએ.”

વડાપ્રધાને ઑસ્ટ્રિયન ચાન્સેલરનો “ઉષ્માભર્યા સ્વાગત માટે” આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેઓ “આવતીકાલે થનારી અમારી ચર્ચાની રાહ જોઈ રહ્યા છીએ. અમારા દેશો સમગ્ર વિશ્વની ભલાઈ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.” મોદીએ ‘X’ પરની બીજી પોસ્ટમાં કહ્યું, ”ચાન્સેલર કાર્લ નેહમર, વિયેનામાં આપણી મળીને ખુશી થઈ છે. ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે મજબૂત મિત્રતા છે જે આવનારા સમયમાં વધુ ગાઢ બનશે. મોદી બુધવારે ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન ડેર બેલેન સાથે મુલાકાત કરશે અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે પણ સત્તાવાર વાતચીત કરશે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…