નેશનલ

અંબાણીની આ દિગ્ગજ કંપની નવેમ્બર સુધીમાં વેચાશે

જાણો કોણ છે ખરીદનાર?

મુંબઇઃ ઉપરનું મથાળુ વાંચીને તમે જો વિચારમાં પડી જાવ કે અંબાણીને તે વળી કંપની વેચવાની ફરજ કેમ પડી? તો તમને શરૂઆતમાં જ જણાવી દઇએ કે અહીં જે કંપનીની વાત થઇ રહી છે તે મુકેશ અંબાણીના ભાઇ અનિલ અંબાણીની કંપની છે.

જો બધું બરાબર રહ્યું તો અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ નવેમ્બરના અંત સુધીમાં વેચાઈ જશે. આ કંપનીના માલિકીના હક્ક હિન્દુજા ગ્રુપ પાસે જતા રહેશે. હિન્દુજા ગ્રૂપ કંપનીઝ (ભારત)ના ચેરમેન અશોક પી. હિન્દુજાના જણાવ્યા અનુસાર, રિલાયન્સ કેપિટલ આ વર્ષના નવેમ્બરના અંત સુધીમાં હસ્તગત કરવામાં આવશે.


હિન્દુજા ગ્રૂપની કંપની – ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) રિલાયન્સ કેપિટલ માટે એકમાત્ર બિડર તરીકે ઉભરી આવી છે. જો કે, આ એક્વિઝિશન ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ સાથે કાનૂની લડાઈમાં ફસાઈ ગયું છે. ટોરેન્ટ હરાજીના બીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. આ પછી ટોરેન્ટે હિન્દુજા ગ્રુપના દાવાને કોર્ટમાં પડકાર્યો છે.


અશોક હિન્દુજાએ જણાવ્યું હતું કે રિલાયન્સ કેપિટલનું અધિગ્રહણ હિન્દુજા ગ્રૂપને જીવન વીમા, સામાન્ય વીમા અને આરોગ્ય વીમા સિવાય ARC (એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની) અને સ્ટોક બ્રોકિંગ જેવા ક્ષેત્રોમાં લઈ જશે. હિન્દુજાએ કહ્યું કે આના કારણે અમારો વ્યાપ વધશે.


અશોક હિન્દુજાએ જણાવ્યું હતું કે એવી અપેક્ષા છે કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં BFSI (બેંકિંગ, ફાયનાન્શિયલ સર્વિસ અને ઇન્શ્યોરન્સ) સેક્ટરના 95 ટકામાંથી મોટા ભાગને આવરી લેવામાં આવશે. હિંદુજા ગ્રૂપ આગામી પાંચથી સાત વર્ષમાં બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI) ક્ષેત્રમાં 35-40 બિલિયન ડોલરનું મૂલ્ય નિર્માણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. હિંદુજા ગ્રૂપ ઇન્ડસઇન્ડ બેન્ક, હિંદુજા લેલેન્ડ ફાઇનાન્સ અને હિંદુજા બેન્ક (સ્વિટ્ઝર્લેન્ડ) સાથે અન્ય વ્યવસાયો સાથે પણ સંકળાયેલું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી